ભારત સરકાર દ્વારા રૂ.500 અને 1000ની ચલણી નોટો પરત ખેંચવાના નિર્ણય બાદ ગુરુવારથી બેન્કિંગ વ્યવહારો શરૂ થનાર છે ત્યારે રાજ્યના નાગરિકોને વ્યવહારોમાં કોઇ મુશ્કેલી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારથી જ દરેક બેંકો આગળ લાંબી-લાંબી લાઇનો લાગી ગઇ છે. આરબીઆઇ પાસે અને દરેક અને બેંકોએ પોલીસ બંદોવસ્ત મુકી દેવાયો છે.મામલે બુધવારે ગૃહ વિભાગ અને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રિઝર્વ બેન્ક તેમજ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી
જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની સૂચના અપાઇ હતી. એટલું નહીં, રાજ્યમાં બેંકો ખાતે ગુરુવારથી બેંકોમાં રૂ. 500 તથા રૂ. 1000ની નોટના વિનિમયની પ્રક્રિયા શરૂ થાય તે સમયે લોકોની ભીડને લીધે કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટેની પણ ગૃહવિભાગના ઉચ્ચ અધિકારીઓ તરફથી પોલીસ તંત્રમાં સૂચના આપી દેવાઈ છે. જરૂર પડ્યે હથિયારધારી પોલીસને તૈનાત કરવાનો પણ આદેશ અપાયો છે.