ઈકોનોમિક અફેયર્સ સેક્રેટરી શક્તિકાંત દાસે કહ્યુ છે એક આગામી થોડાક મહિનામાં નવા કલર અને ડિઝાઈનમાં 1000 રૂપિયાના નવા નોટ રજુ કરવામાં આવશે. આરબીઆઈના 2-3 લોકો આ નોટ્સની ડિઝાઈન બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદીએ 500-1000 રૂના નોટ બંધ કરવાનું એલાન કર્યુ હતુ. 1000ની નોટ ફરી આવશે.
- દાસ મુજબ નવા ડિઝાઈન, ફિચર્સ અને કલરમાં એક હજારના નોટને ફરીથી શરૂ કરવામાં આવશે.
- આગામી થોડા મહિનામાં આ કામ પુરૂ થઈ જશે. આરબીઆઈના 2-3 લોકો 1000 રૂના નોટની ડિઝાઈનના કામમાં લાગી ગયા છે.
સરકાર કેમ લાવી રહી છે 1000ની નવી નોટ ?
- ફાયનેંસ મિનિસ્ટ્રીના એક ઓફિસર મુજબ 500 અને 2000ની વચ્ચે 1000 રૂપિયાના નોટ લાવવાની જરૂર હતી. સરકાર આ વાતનો નિર્ણય પહેલાથી કરી ચુકી છે.
- એવુ માનવામાં આવે છે કે 1000 રૂપિયાના નોટની સૌથી વધુ ડુપ્લીકેસી થાય છે. તેથી તેની ડિઝાઈનિંગ અને સિક્યોરિટીના નવા નોટમાં વિશેષ રૂપે ધ્યાન આપવામાં આવશે.
સર્કુલેશનમાં છે 80% વેલ્યૂવાળા નોટ 500, 1000ના નોટ..
- આરબીઆઈના મુજબ માર્ચ 2016 સુધી દેશમાં લગભગ 14 લાખ કરોડ વેલ્યૂવાળા નોટ 500 અને 1000 રૂપિયાના નોટ સર્કુલેશનમાં છે.
- નવા પગલા પછી લગભગ 3 થી 4 લાખ કરોડ રૂપિયાની બ્લેકમની ખતમ થઈ જશે.
- નવા 500, 1000 અને 2000 રૂપિયાના નોટ કરંસીની કમીને પૂર્ણ કરવામાં આવશે.