Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્લેકમની પર ટેક્સ સાથે 200% દંડ

બ્લેકમની પર ટેક્સ સાથે 200% દંડ
નવી દિલ્હી. , ગુરુવાર, 10 નવેમ્બર 2016 (12:09 IST)
સરકારે આજે રાત્રે ચેતવણી આપી છેકે મોટી નોટોનુ ચલણ બંધ કર્યા પછી તેને જમા કરાવવાની 50 દિવસની છૂટના સમયમાં 2.5 લાખ રૂપિયાથી વધુની રોકડ જમાના મામલામાં જો આવકની જાહેરાતમાં વિસંગતિ જોવા મળી તો ટેક્સ અને 200 ટકા દંડ ભરવો પડી શકે છે. રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ ટ્વીટર પર આ માહિતી આપી. તેમને કહ્યુ, '10 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016ના સમયમાં દરેક બેંક ખાતામાં 2.5 લાખ રૂપિયાની સીમાથી વધુની બધી રોકડ જમાની રિપોર્ટ અમને મળશે.' 
 
ચિંતા કરવાની જરૂર નથી 
 
અધિયાએ કહ્યુ, 'આવકવેરા વિભાગ આ જમાઓનુ મિલાન જમાકર્તાના ઈંકમટેક્ષ રિટર્નથી કરશે. યોગ્ય કાર્યવાહી કરી શકાય છે.  ખાતાધારક દ્વારા જાહેર આવક અને જમાઓમાં કોઈ પ્રકારની વિસંગતિને ટેક્ષ-ચોરીનો મામલો માનવામાં આવશે. અધિયાએ કહ્યુ કે આ નાના વેપારીઓ, ગૃહિણિયો, કલાકારો અને કામગારોને ચિંતિત થવાની જરૂર નથી. જેમણે કેટલીક રોકડ બચાવીને ઘરમાં મુકી રાખી છે.  અધિયાએ કહ્યુ આ પ્રકારના લોકોને આવકવેરા વિભાગની તપાસ વગેરે વિશે ચિંતા કરવાની જરૂર નથી. 
 
ગોલ્ડ ખરીદનારાઓએ આપવો પડશે પેન નંબર 
 
તેમણે કહ્યુ, 'એવા લોકોને 1.5 લાખ કે બે લાખ રૂપિયા સુધીની નાની જમાઓને લઈને ચિંતિત થવાની જરૂર નથી. કારણ કે આ રકમ તો ઈંકમટેક્ષ યોગ્ય આવકના હદમાં નથી આવતી. આ પ્રકારની નાની જમાઓવાળા ખાતાધારક આવકવેરા વિભાગને કોઈ પણ પ્રકારના ઉત્પીડનીને ચિંતા ન કરો.  લોકો દ્વારા ઘરેણા ખરીદવા જવા વિશે તેમણે કહ્યુ કે ગોલ્ડ ખરીદનારાઓએ પેન નંબર આપવો પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

500 અને 1 હજારના નોટ એક્સચેંજ કરવા માટે ભરવુ પડશે આ ફોર્મ, જરૂરી રહેશે આ દસ્તાવેજ