ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયવંતીબેન મેહતાનુ સોમવાએ સવારે 78 વર્ષની વયે પોતાના ઘરમાં નિધન થઈ ગયુ. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. જયવંતીબેન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં મંત્રી હતા.
પાર્ટીના એક અધિકારીએ કહ્યુ કે મહેતાએ રવિવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમનો અંતિમ સંસ્કાર સોમવારે સાંજે શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવશે.
લગભગ 6 વર્ષ પહેલા તેમણે પોતાની બહુભાષી આત્મકથા માર્ચિંગ વિધ ટાઈમનુ લેખન અને વિમોચન કર્યુ હતુ. જેમા તેમણે એક મધ્યમવર્ગીય ઘરની ગૃહિણીથી નગર નિગમની ધારાસભ્ય અને ત્યારબાદ સાંસદ અને પછી કેન્દ્રીય મંત્રી બનવાની પોતાની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો.
બધા રાજનીતિક દળોના વરિષ્ઠ નેતાઓએ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.