Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યૂપીમાં BJP આવશે તો ઉત્તર પ્રદેશ દેશનો સૌથી સમૃદ્ધ પ્રદેશ બનશે - અમિત શાહ

યૂપીમાં BJP આવશે તો  ઉત્તર પ્રદેશ દેશનો સૌથી સમૃદ્ધ પ્રદેશ બનશે - અમિત શાહ
, સોમવાર, 7 નવેમ્બર 2016 (10:39 IST)
શિરોમણિ અકાલી દળે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પંજાબમાં ભાજપા સાથે ગઠબંધન છતા શિરોમણી અકાલી દળ (બાદલ) યૂપીમાં પોતાનુ સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. શનિવારે સહારનપુરમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહે જે યાત્રાને ગ્રીન સિગ્નલ બતાવ્યુ. અકાલી દળે એ કાર્યક્રમને બોયકોટ કર્યો. પાર્ટી તરફથી સિખ વસ્તીને આ આધાર પર આવુ જ કરવા માટે કહેવામાં આવી રહ્યુ છે કે ભાજપા ધારાસભ્યએ તેમના માટે કશુ કર્યુ નથી. સ્થાનીય શિરોમણી અકાલી દળ નેતાઓને પણ દાવો કર્યો છે કે તેમને બોયકોટના કારણો વિશે શાહને પહેલા જ માહિતી આપી દીધી હતી.  અમિત શાહે બીજેપીની પરિવર્તન યાત્રાના બીજા રથને રવાના કરતા પહેલા કહ્યુ કે 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે ઉત્તર પ્રદેશ દેશનો સૌથી સમૃદ્ધ પ્રદેશ બને. અહી કાયદો વ્યવસ્થો સુધરે.  તેમણે કાયદા વ્યવસ્થાની ખરાબ સ્થિતિ અને અપરાધિયોને સંરક્ષણના મુદ્દા પર એસપી અને કૌભાંડો અને ભ્રષ્ટાચારના મુદ્દે માયાવતી પર હુમલો કર્યો. શાહે કહ્યુ કે પહેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકાર  સપા તેમજ બસપાના સમર્થનથી ચાલી.   તેમના શાસનકાળમાં 12 લાખ કરોડ રૂપિયાના ઘોટાળા થયા. કેન્દ્રની વર્તમાન મોદી સરકારે અમારા વિરોધી પણ ભ્રષ્ટાચારનો આરોપ ન લગાવી શક્યા.  મોદી સરકાર આવ્યા પછી એક પણ ઘોટાળો ન થયો. તેમણે કહ્યુ કે દર 15 દિવસમાં નવી યોજના લાવવાનુ કામ બીજેપી સરકારે કર્યુ. આ ક્રમમાં તેમણે વિવિધ યોજનાઓના નામ ગણાવ્યા.  સાથે જ કહ્યુ કે આ યોજનાઓ પ્રદેશમાં પહોંચી જ નથી. 
webdunia
 
 અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર આવ્યા બાદ યુપી નંબર વન રાજ્ય બની જશે. સપા અને બસપાએ યુપીનો વિકાસ રૃંધી નાખ્યો છે. રાજ્યમાં વીજળી અને સડકો નથી. વિકાસ જોવો હોય તો ભાજપશાસિત રાજ્યોમાં જાવ, ત્યાં 24  કલાક વીજળી અપાય છે. વિકાસ માટે જેમની જવાબદારી છે તેઓ અંદરોઅંદર લડી રહ્યા છે. અમે પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશને નંબર વન રાજ્ય બનાવી દઈશું. યુપીનો વિકાસ ફક્ત ભાજપ દ્વારા જ થઈ શકે છે. ભાજપની સરકાર આવશે તો પિૃમ યુપીનાં કોઈ લોકોને ગામ છોડી જવું નહીં પડે.  સપા અને બસપા પર પ્રહાર કરતાં શાહે જણાવ્યું હતું અખિલેષ પોતાને વિકાસ પુરુષ તરીકે સ્થાપિત કરવા માંગે છે પરંતુ તેમની સરકાર અપરાધીઓ ભ્રષ્ટાચારીઓ અને દુરાચારીઓને આશ્રય આપી રહી છે. ભાજપમાં ગુંડાઓને કોઈ સ્થાન નથી. ભાજપ જ યુપીને ગુંડાઓથી મુક્ત બનાવી શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાન દ્વારા કરેલા ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ