અંકુશરેખા ઉપર વિસ્ફોટક સ્થિતિ અકબંધ રહી છે. કારણ કે, ધુસણખોરોને અને ત્રાસવાદીઓને ધુસાડવાના હેતુસર પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખ્યો છે. રવિવારે પાકિસ્તાન દ્વારા કરેલા ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ થયા હતા, જ્યારે એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હતો.
બીજી બાજુ ધુસણખોરીના બે મોટા પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ કહ્યું છે કે, ધુસણખોરીના બે પ્રયાસોને નિષ્ફળ કરવા ઉપરાંત પૂંછ સેક્ટરમાં અંકુશરેખા પેલે પાર પાકિસ્તાનની અનેક ચોંકીઓને ફૂંકી મારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે અઠવાડિયામાં પાકિસ્તાનની ફાયરિંગમાં 9 જવાન શહીદ થયા છે. પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ત્રાસવાદીઓને ધુસાડવાના પ્રયાસો જારી રાખ્યા છે. જો કે,સેનાએ આને નિષ્ફળ બનાવ્યા હતા. કૃષ્ણાધાટી સેક્ટરમાં જે જવાન શહીદ થયા છે તેમની ઓળખ 22 શીખ રેજિમેન્ટના ગુરુસેવકસિંહ તરીકે થઇ છે. ગુરુસેવક સિંહ પંજાબના તારણતરણ વિસ્તારના નિવાસી હતા જ્યારે ઇજાગ્રસ્ત મહિલા પૂંછની નિવાસી સલીમા અખ્તર તરીકે ઓળખાઈ છે. ર્સજિકલ હુમલા કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાન દ્વારા 50થી પણ વધુ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી ચુક્યો છે