Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં મોદી આવે તે પહેલાં જ PAAS કન્વીનરો નજરકેદ કરાયાં, રેશમા પટેલની અટકાયત

ગુજરાતમાં મોદી આવે તે પહેલાં જ PAAS કન્વીનરો નજરકેદ કરાયાં, રેશમા પટેલની અટકાયત
, મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (12:37 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પાસે આવેલા સણોસરા ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કરવા આવે તે પહેલાં પાટીદાર અનામત આંદોલન સમિતિ  દ્વારા મોદીના કાર્યક્રમમાં જઈને તેમની પાસે જવાબ માગવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી ગુજરાતના પાસના એ ટીમના કન્વીનરોને જે તે જગ્યાએ નજરકેદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે મળતી માહિતી પ્રમાણે સણોસરા પાસે પહોંચેલા રેશ્મા પટેલની સભા સ્થળ પાસેથી અટકાયત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાને રાજકોટમાં નજરબંધ કરવામાં આવ્યા છે. ભાવનગર કન્વીનર નીતિન ઘેલાણીની ભાવનગરમાં અટકાયત કરવામાં આવી છે. સુરત પોલીસે મોડીરાત્રે પાસના કાર્યકરોને નજરકેદ કર્યા હતા. કતારગામ પોલીસે ધીરુ માંગરોલીયા અને ભાવેશ ઝાઝડિયાને પોલીસ સ્ટેશનમાં બેસાડી દિધા હતા.  આ ઉપરાંત મોરબી જિલ્લા સહ કન્વીનર મનોજ કાલરિયાની મોરબી પોલીસે અટકાયત કરી છે. રાજકોટ જિલ્લા કન્વીનર દિલીપ સાવલિયાની પડધરી પોલીસે અટકાયત કરી છે. તેમજ રાજકોટ શહેર કન્વીનર હેમાંગ પટેલની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જે પાકિસ્તાનની વાતો કરે તેને ગોળી મારી દો - તોગડિયા