Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ક્યા છે દારૂબંધી ? ગાંધીનગરમાં લોકોએ મનભરીને દારૂની બોટલો લૂંટી

liquor
, સોમવાર, 2 જાન્યુઆરી 2017 (11:49 IST)
ગુજરાત સરકારે તાજેતમાં જ દારૂબંધીના કડક કાયદાની જોગવાઈ કરી હતી અને તેનો અમલ કરવાની જાહેરાત પણ કરી હતી. 31મી ડિસેમ્બરના રોજ પીઘેલા લોકોને પકડવા પોલીસે ફણ અવનવી ટેકનીક અપનાવી હતી. ત્યારે બુટલેગરો સરકારની ખુરશી તળેથી જ દારૂની ખેપ મારતા નજરે પડી રહ્યાં છે. હવે લોકો પોલીસને દોષ દેવાની જગ્યાએ સરકારને દોશ દઈ રહ્યાં છે કે હપ્તા પોલીસ પાસેથી સીધા સરકાર પાસે જાય છે એટલે દારૂબંધીના કડક કાયદાનો અમલ થઈ શકતો નથી. ભાજપ હોય કે કોંગ્રેસ બુટલેગરો છાવરવામાં બંને પક્ષો સરખા છે. અલ્પેશ ઠાકોરનું દારૂબંધીનું અભિયાન અને કેટલાક કહેવાતા ગાંધીવાદીઓ પણ દારૂબંધીને લઈને ખોવાઈ ગયા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો કાયદો કડક કરવાની વાતો વચ્ચે ગાંધીનગરમાં સરગાસણ ચોકડી પાસે દારૂ ભરેલી કારને અકસ્માત સર્જાતા લોકો દ્વારા દારૂની લૂંટની ઘટના બની હતી. રવિવારે બપોરે અમદાવાદ તરફ જઇ રહેલી અલ્ટો કાર આગળ જતાં ટ્રેકટરની ટ્રોલીમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. લોકોએ દોડી જઇને જોતા અંદરથી દારૂની ગંધ આવતા લોકોએ એક પછી એક બોટલો ઉઠાવીને ચાલતી પકડી હતી.  ગાંધીગનર પોલીસ દ્વારા થર્ટી ફસ્ટ તથા નવા વર્ષની પાર્ટીઓમાં દારૂનાં દુષણને ડામવા બ્રેથ એનલાઇઝર સાથે ચેકીંગ હાથ ધર્યુ હતુ. પરંતુ દારૂ કે કોઇ પિધેલા મળ્યાં નહોતા.  માર્ગ પરથી પસાર થતા લોકોએ દોડી જઇને તપાસ કરતા બ્લેક ફિલ્મવાળી કારમાં દારૂ ભર્યો હોવાનું ધ્યાને આવતા કેટલીક બોટલો સેરવાઇ ગઇ હતી. પોલીસ પહોંચે તે પહેલાં તો લોકો દારૂની બોટલો ઉઠાવીને છૂ થઈ ગયા હતા. ટ્રેકટર ચાલકે તેમનાં શેઠને ફોન કરતા ઇન્ફોસીટી પોલીસને જાણ કરી હતી. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધી અને ગાંધીગીરી