અમદાવાદ મહાનગરપાલિકા જયારે ગણેશ ચતુર્થી આવે એટલે વિસર્જન કુંડ બનાવી વારંવાર અપીલ કરશે કે વિઘ્નહર્તાનું વિસર્જન વિસર્જન કુંડમાં જ કરો,પરંતુ લોકોએ ગણેશનું વિસર્જન કુંડની જગ્યાએ નદીમાં કરીને કોર્પોરેશનની પોલ ખોલી નાંખી હતી. ત્યારે એક સવાલ એવો થાય છે કે લોકોએ કેમ નદીમાં વિસર્જન કર્યું ? આ બાબતે ભકતોને પુછ્યું તો જાણવા મળ્યું કે જે કુંડ મનપા દ્વારા બનાવેલા છે તેમાં પાણી ગંદુ છે. તે ઉપરાંત આ કૂંડમાં મોટી મૂર્તિઓ પધરાવી શકાતી નથી. આવી અનેક ચર્ચાઓ ભક્તોમાં થઈ રહી છે. આ ઘટનાને તંત્રની બલિહારી જ ગણવી રહી કે 20 જેટલા વિસર્જન કુંડ છે છતા પણ સાબરમતી નદીમાં વિઘ્નહર્તાનું વિસર્જન થઈ રહ્યુ છે. એક તરફ તંત્ર વિસર્જનને લઇને તંત્ર અનેક નિયમો બનાવે, પરિપત્ર બહાર પાડે, પરંતુ જયારે અમલવારીની વાત આવે તો પરિણામ શૂન્ય હોય. કોર્પેોરેશન દ્વારા નદીને પ્રદુષણથી બચાવવા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો પણ આ પ્લાન બનાવવા માટે અને તેનો અમલ કરાવવા માટે એક નવા પ્લાનની જરૂર હતી જે લોકોએ જ બનાવી દીધો હતો. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા પ્લાનની જાણે લોકો પર કોઈ અસર થઈ હોય તેવું લાગતું જ નહોતું. લોકો મૂર્તિને સરેઆમ નદીમાં જ વિસર્જિત કરી રહ્યાં છે.