Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ શહેરમાં આઠ માસમાં ડેન્ગ્યુના 482 કેસો : તંત્ર એલર્ટ

અમદાવાદ શહેરમાં આઠ માસમાં ડેન્ગ્યુના 482 કેસો : તંત્ર એલર્ટ
, સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (15:45 IST)
સામાન્ય રીતે નવેંબરથી ફેબ્રૂઆરી મહીના દરમ્યાન વધુ જોવા મળતો ડેન્ગ્યૂ આ વર્ષે ઓગ્સ્ટ મહીનાથી જ ખુબ વધુ પ્રમાણમાં જોવા મળતા આરોગ્ય તંત્ર તરફથી રાજ્યના તમામ મોટા શહેરોના તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. દરમ્યાન અમદાવાદ શહેરમાં ગત મહીને આશાસ્પદ સ્ટુડન્ટસનું ડેન્ગ્યૂના કારણે મોત નિપજયું હતું.
  પ્રાપ્ત વિગતો મુજબ,આ વર્ષે જાન્યુઆરી થી ઓગસ્ટ સુધીના આઠ માસના સમયગાળામાં માત્ર અમદાવાદ શહેરની અંદર જ ડેન્ગ્યૂના કુલ મળીને 482 જેટલા કેસો સામે આવવા પામ્યા છે.જ્યારે ડેન્ગ્યૂના કારણે દિવાન બલ્લુભાઈ શાળામાં અભિયાસ કરતા સ્ટુડન્ટસનું મોત થવા પામ્યું છે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી રાજ્યના મોટા શહેરોમાં ડેન્ગ્યૂના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.ઓગસ્ટ માસની 22મીથી 29ના સમયગાળામાં સુરત શહેરમાં ડેન્ગ્યૂના ત્રીસ જેટલા કેસ નોંધાવા પામ્યા હતા.જ્યારે અમદાવાદ જેવા શહેરમાં આજ સમયગાળામાં કુલ મળીને 75 જેટલા કેસ નોધાવા પામ્યા છે.  બીજી તરફ રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં આજ સમયગાળા દરમ્યાન પંદર-પંર કેસ નોંધાયા છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુસ્લિમ બિરાદરોએ પગપાળા અંબાજી જતા યાત્રાળુઓને ભોજન પીરસ્યું, સૌહાર્દની ભાવનાને ઉજાગર કરી