બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજ શનિવારે બ્રહ્મલીન થયા છે. શનિવારે સાંજે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રમુખ સ્વામી મહારાજના બ્રહ્મલીન થવાથી તેમના અનુયાયીઓમાં શોકમગ્ન થઇ ગયા છે. જો કે, તેમના પાર્થિવ દેહને સાળંગપુર મંદિર ખાતે દર્શાનાર્થે મુકવામાં આવ્યો હતો. સ્વામી બાપાના પાર્થિવ દેહના દર્શન માટે સાળંગપુર મંદિર ખાતે હરિભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે તેમના અંતિમ દર્શન માટે હરિભક્તોનો ભારે ભીડ ઉમટી પડી છે. તે ઉપરાંત રાજકીય અને ઓદ્યોગિક એકમના લોકો પણ તેમના દર્શનાર્થે આવી રહ્યાં છે. જ્યારે સ્વાતંત્ર્ય દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીથી સાળંગપુર આવીને બાપાના દર્શન કર્યાં હતાં અને હવે દિલ્હીના સીએમ કેજરીવાલ પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે સાળંગપુરમાં આવી પહોંચ્યાં હતાં. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આજે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે સાળંગપુર આવી પહોચ્યાં હતાં.