ગુજરાતના સોમનાથ જિલ્લાના શહેર નજીક સોમવારે સ્વતંત્રતા દિવસની સાંજે રેલીથી ઘરે પરત ફરી રહેલા 20 દલિતોના એક સમૂહ પર સમતર ગામ પાસે એક ટાળાંએ હુમલો કરી દીધો હતો. જેમાં આઠ દલિત ગંભીર રીતે ઘાયલ થયા હતાં .આ ઘટના સાંજે લગભગ પાંચ વાગે બની હતી. પોલીસે ભીડને ભગાડવા માટે ટીયર ગેસના સેલ છોડ્યાં હતા અને હળવો લાઠી ચાર્જ પણ કર્યો હતો. આ લોકો ગત મહિને ઉનામાં દલિતા સાથે થયેલી મારપીટની ઘટનામાં ધરપકડ કરવામાં આવેલા 12 લોકોનો બદલો લેવા માંગતા હતા. આ લોકો જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ કન્હૈયા કુમારની હાજરીમાં રોધિકા વેમુલા અને બાલુ સરવૈયા દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવા માટે કાર્યક્રમમાં સામેલ થયા હતા. રાધિકા હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરનાર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની માતા છે, જ્યારે બાલુ ઉનામાં થયેલી હિંસાના શિકાર બનેલા દલિત યુવકમાંથી એક દલિત યુવકના પિતા છે. સોમવારે સાંજે ભીડે ઉના-ભાવનગર રોડ પર દલિતોના ટોળકાને સમતરની પાસે રોક્યા અને તેમની મારપીટ કરી. આ જગ્યા મોટા સમધિયા ગામથી વધારે દૂર નથી, જ્યાં ગત મહિને ગૌ-રક્ષકોએ સાત દલિતો સાથે મારપીટ કરવામાં આવી હતી.રોડ જામ કરીને રોક્યા અને ત્યાર બાદ કરી મારપીટ ગીર સોમનાથ પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ કહ્યુ, 'સમતરમાં સાંજે પોલીસે હિંસક ભીડને ભગાડવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જ્યારે તેમણે જવાથી ઇન્કાર કરી દીહો તો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો