કલા એક એવી કુદરતી દેન છે જે ક્યારેય કોઈની પાસેથી વિસરાતી નથી. દુનિયામાં અનેક નાના બાળકો આજે અદભૂત કલાના માલિક છે. અનેક બાળકો પાસે એવી કલા છે જેને જોઈને આપણે બે ઘડી વિચાર કરતાં થઈ જઈએ. ટીવી પર પ્રસારિત થતાં ટીવી રિયાલિટી શોમાં આપણે જોઈએ છે કે બાળકો કેવી કમાલ કરી બતાવે છે. આ કમાલ ચાહે ડાન્સમાં હોય કે સિગિંગમાં હોય પણ તે હોય છે એકદમ અદભૂત. ગુજરાતમાં એક એવી દિકરીની વાત કરવી છે દે હાલ ગાંધીનગરમા રહે છે, અંગ્રીજી માધ્યમમાં માત્ર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેની ઉંમર માત્ર આઠ વર્ષની છે. તે છતાંય તેની સિદ્ધી નોંઘપાત્ર છે. ગાંઘીનગરમાં રહેતી 8 વર્ષની પ્રાપ્તી મહેતા આ ઉંમરે ભરત નાટ્યમ સારી રીતે કરી જાણે છે. તે ઉપરાંત વેસ્ટર્ન ડાન્સ, ફોક એન્ડ ક્લાસિકલ ડાન્સ પણ તે કરે છે. સ્કેટિંગનો તેને ખૂબજ શોખ છે. તે ઉપરાંત તેણે એક બે ટીવી એડમાં પણ કામ કર્યું છે. તેણે એક બ્લડ ડોનેશનની એડમાં મિસિસ ઈન્ડિયા જિમ્મી નંદા સાથે પણ કામ કર્યું છે. હાલમાં તે એક અપકમિંગ ગુજરાતી ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે.