મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આરબીઆઈના પ્રાદેશિક ડિરેક્ટર દાસ તથા નાબાર્ડના સ્થાનિક ઉચ્ચ અધિકારી સુંદરને સાથે રાખી ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઈ હતી, જેમાં હાલની બેન્કોની નાણાકીય તંગીની સ્થિતિ હળવી કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા સંખ્યાબંધ નિર્ણયો લેવાયા હતા. ગુજરાતમાં જેમના બેન્કના ખાતા ના હોય તેમને એકાઉન્ટ ખોલી આપવા માટે શનિવારથી રાજ્યભરમાં લાગેલા કુલ ૭૩૮ કેમ્પમાં રવિવાર બપોરના ૩ વાગ્યા સુધીમાં ૫૪,૬૦૦ જેટલા નવા એકાઉન્ટસ ખોલાયા છે અને આ બધા ખાતેદારોને તેમના આધારકાર્ડ, મોબાઈલ સાથે લિન્ક કરી તેમના ‘રૃપે કાર્ડ’ એક્ટિવેટ કરાશે, જેથી તેઓ ઈ-ટ્રાન્ઝેક્શન કરી શકેરાજ્યમાં અત્યારે કુલ ૩ હજાર જેટલા પેટ્રોલપંપ છે, ત્યાં પ્રથમ ૩ દિવસમાં તાત્કાલિક ૧,૫૦૦ જેટલા પેટ્રોલપંપ્સ ખાતે POS એટલે કે ‘પ્લેસ ઓફ સપ્લાય’ સિસ્ટમ લાગુ કરાશે, અર્થાત્ કાર્ડ સ્વાઈપિંગ મશીનો મૂકાશે, જેમાંથી લોકો નાણા પણ વિડ્રો કરી શકશે, બાદમાં બીજાં ૭ દિવસમાં બાકીના પેટ્રોલપંપ પણ આ રીતે આવરી લેવાશે.રાજ્યમાં અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૬ હજાર જેટલા બેન્કિંગ બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ છે, જેમની પાસે માઈક્રો એટીએમ ઉપલબ્ધ છે. આમાંથી કેશ ઉપાડી શકાય છે. આવા બીજાં ૧૦ હજાર જેટલા માઈક્રો એટીએમ દૂધમંડળીઓ- સેવામંડળીઓને આપવામાં આવશે.આરબીઆઈની કંપની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા અત્યારે તાત્કાલિક પેમેન્ટ ર્સિવસ માટેનું પ્લેટફોર્મ એસએમએસ સહિત સાદા નેટવર્કથી ચાલે છે. આ પ્લેટફોર્મ આગામી બે દિવસમાં અપગ્રેડ કરાશે, જેથી વધુ લોકો તેનો ઉપયોગ કરાશે.ગુજરાતની બેન્કો સાથે જોડાણ કરીને મોટી કંપનીઓ, મોટા તંત્રો કે જ્યાં મોટી સંખ્યામાં સ્ટાફ છે તેમને કેશ ઉપાડની સુગમતા માટે આવા ૧૭ હજાર જેટલા મોટા તંત્રોમાં પણ કાર્ડ સ્વાઈપિંગ મશીનો ગોઠવવામાં આવશે.