નારોલમાં સુદામાં એસ્ટેટમાં આવેલી પાંચ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. મોડીરાત્રે કલરની ફેક્ટરીમાં લાગેલી આગે આસપાસની ચાર ફેક્ટરીને પણ લપેટમાં લઈ લીધી હતી. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી. આગને કાબુમાં 16 ગાડીઓ સાથે ચીફ ફાયર ઓફિસર સહિત ફાયરબ્રિગેડ 55થી 60 જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કલરની ફેક્ટરીમાં રહેલા કેમિકલને લીધે ફાયરબ્રિગેડને આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી નડી રહી છે. આગને કાબુમાં આવતા હજુ 2થી 3 કલાકનો સમય લાગે તેમ છે.