Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેબિનેટ મંત્રી બાબુ બોખિરિયા અને ખેડૂતની ઓડિયો ટેપ વાયરલ થઈ

કેબિનેટ મંત્રી બાબુ બોખિરિયા અને ખેડૂતની ઓડિયો ટેપ વાયરલ થઈ
, ગુરુવાર, 27 ઑક્ટોબર 2016 (12:38 IST)
તાજેતરમાં જ ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ટેકા ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદશે, ત્યારે કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા અને એક ખેડૂતની કથિત ટેલિફોનિક વાતચીતની ક્લિપ વાયરલ થઇ છે. ખેડૂતે મગફળીના ટેકાના ભાવ  અંગે સવાલ કરતાં મંત્રીએ  'તમે મગફળી અમને પૂછીને વાવી હતી?' એવો  જવાબ આપ્યો હતો.  ગુજરાતના ખેડૂતોમાં મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકાર લાભપાચમ બાદ ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. જેમાં પુરવઠા નિગમ, નાફેડ, ગુજકોટ, ગુજકોમાસોલ અને સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે આકસ્મિક ફંડમાંથી 100 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય લીધો હતો.  છેલ્લે 2013માં એક લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીના ટેકાના ભાવે નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે પણ એક લાખ મેટ્રિક ટનથી વધુ ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

શું છે આ ઓડિયો ક્લિપમાં?
ખેડૂત: હલ્લો, જય શ્રીકૃષ્ણ
બોખીરિયા: હલ્લો
ખેડૂત: નવી મગફળીના ટેકાના ભાવ શું નક્કી થયા?
બોખીરિયા: આ વખતે ટેકાના ભાવ કરતાં મગફળી મોંધી છે, એટલે નહીં થાય
ખેડૂત: તો ખેડૂત ભોગવે
બોખીરિયા: શું ખેડૂત ભોગવે? આ વખતે મગફળીના શું ભાવ છે કહે મને?
ખેડૂત: છઠ્ઠું અને સાતમું પાગરપંચ નક્કી થતાં હોય ને મગફળીના ભાવ ત્યાં ને ત્યાં રહેતાં હોય તો ખેડૂતને કેવી રીતે પૂરું કરવાનું? તો તમે અમને નોકરીયાતની જેમ પગાર આપી દયો. તો થઇ જાય રેડી લ્યો. જો ટેકાના ભાવ નક્કી ન કરવા હોય તો
બોખીરિયા: હમમ
ખેડૂત: થાય એ તમારું અમે જે ભાવ આપ્યું ને તે ભાવ ખાવાનું આપી દયો તો રેડી.
બોખીરિયા: મગફળી અમને પૂછીને વાવી હતી?
ખેડૂત: નહીં પૂછ્યું એ જ તો ભુલ છે. તો વેપારીઓ પાસેથી વેટ લેવાનું બંધ કરી દો. તમે નોકરીએ અમને પૂછીને લીધા હતા. તો ખેડૂત માટે એટલી સહાય કેમ કરો છો? અમે ભીખારી થઇએ તમારી આગળ? અમારે સહાયની શી જરૂર છે? તમે ભીખારી સમજો છો.
બોખીરિયા: સરકારે જ ટેકાના ભાવ આપ્યા ને?
ખેડૂત: પગારપંચની જેમ ટેકાના ભાવ નક્કી થવા જોઇએ ને? તો અમારે મગફળી રોડ પર નાંખી દેવાની કે સળગાવી દઇએ. તમને નડે જ નહીં. માથાકુટ જ નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકારની પીછેહઠ, વિદ્યાર્થીઓની જીત, 2017માં મેડિકલ પ્રવેશ માટે નીટ ગુજરાતીમાં લેવાશે