જો ચેહરો સ્ટોરી કહેતો હોય તો 2 વર્ષ પહેલા આનંદીબેન પટેલનું નસીબ એ દિવસે જ નક્કી થઈ ગયુ હતુ જે દિવસે તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. ત્યા હાજર લોકોમાંથી કદાચ જ કોઈ એવુ હતુ જેના ચેહરા પર ઉત્સાહ દેખાય રહ્યો હોય. અહી સુધી કે તેમના વફાદાર પણ આ વાતને લઈને ચિંતિત હતા કે આનંદીબેન કદાવર વ્યક્તિત્વવાળા નરેન્દ્ર મોદીનું ખાલી સ્થાન કેવી રીતે ભરી શકશે. ગુજરાતમાં બધુ ઠીક નથી. ગુજરાતને ભાજપાનો ગઢ કહેવામાં આવે છે. પણ હવે પાર્ટીના રાજ્ય એકમમાં દરારો ઉભરતી દેખાય રહી છે. આનંદીબેનના પૂર્વ ભાજપા સહયોગી અને હવે વિપક્ષના નેતા શંકર સિંહ વાઘેલા તેને કંઈક આવુ સમજે છે, બહેન સારી છે પણ ચાલશે નહી.
આટલુ જ નહી રાજ્યના રાજનીતિક માળખાનાં 2 તાકતવર ભાગ આનંદીબેન પટેલના કંટ્રોલમાંથી બહાર થઈ ગયા છે. પ્રથમ રાજ્યની નોકરશાહી અને બીજો સંઘ પરિવાર. એક બાજુ જ્યા નોકરશાહી જૂના ઢર્રા પર આવી પડી છે તો બીજી બાજુ મોદીના રાજમાં હાંસિયા પર મુકી દેવાયેલ સંઘ પરિવારનું સંગઠન પોતાના એજંડા સાથે ફરીથી રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
પ્રવિણ તોગડિયા એકવાર ફરીથી ચર્ચામાં આવવા લાગ્યા છે અને સંઘ પરિવારના પુર્નજીવિત થવાની બધી શંકા એ સમયે જ ખતમ થઈ ગઈ જ્યારે મોદી અને અમિત શાહના વિશ્વાસપાત્ર વિજય રૂપાનીને પહેલા મંત્રી બનાવ્યા અને પછી પાર્ટીની રાજ્ય એકમની કમાન સોંપવામાં આવી. ત્યારબાદ પાટીદારોનું વિરોધ પ્રદર્શન શરૂ થયુ જેને આનંદીબેન અને ભાજપાના વર્ચસ્વને પડકાર આપ્યો. એક સમયે ગુજરાતમાં ભાજપાની સૌથી મોટી તાકત રહેલ પટેલ સમુહ રસ્તાઓ પર ઉતરવાથી પાર્ટીની જમીન સરકતી દેખાય રહી છે. આનંદીબેનની પુત્રીના વિવાદાસ્પદ લૈંડ ડીલમાં નામ ઉછળવુ મુખ્યમંત્રીના રાજનીતિક મજબૂતીની અંતિમ સાંકળ સાબિત થઈ શકે છે. તો શુ માની લેવુ જોઈએ કે આનંદીબેનનો સમય સમાપ્ત થઈ ગયો છે ?
સૂત્રોનુ કહેવુ છે કે આનંદીબેન પટેલ આ નવેમ્બરમાં 75 વર્ષના થઈ જશે અને આ અવસર પર તેમને કોઈ મોટા રાજ્યના રાજ્યપાલ બનાવી શકાય છે. ભાજપા સમક્ષ એક વધુ મોટો પડકાર આનંદીબેનના ઉત્તરાધિકારીને લઈને પણ છે. દેખીતુ છે કે પહેલી પસંદ અમિત શાહ છે. પણ નવી દિલ્હીમાં તેમના પર નાખવામાં આવેલ જવાબદારીઓને ધ્યાનમાં રાખતા તેમને 2017ના ઉત્તર પ્રદેશના વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદ જવુ કદાચ જ શક્ય બને. અમિત શાહ પછી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી નિતિન ભાઈ પટેલનુ નામ લેવામાં આવી રહ્યુ છે. જો કે પાટીદાર આંદોલન દરમિયાન તેમને પટેલ સમુહના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારે નિતિન પટેલને આંદોલનકારીઓ સાથે વાતચીત માટે મધ્યસ્થી બનાવ્યા હતા.