Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુલબર્ગ સોસાયટી - આજે આરોપીઓને સજા સંભળાવશે કોર્ટ

ગુલબર્ગ સોસાયટી - આજે આરોપીઓને સજા સંભળાવશે કોર્ટ
અમદાવાદ. , સોમવાર, 6 જૂન 2016 (10:59 IST)
વર્ષ 2002ના ગોધરા કાંડ પછી ગુલબર્ગ સોસાયટીમાં થયેલ રમખાણોના મામલે એક સ્પેશયલ SIT કોર્ટ આજે દોષીઓને સજા સંભળાવી શકે છે. મામલામાં તપાસ કરનારી એસઆઈટી કોર્ટે 2 જૂનના રોજ 24 આરોપીઓને દોષે ઠેરવ્યા હતા. જ્યારે કે 36ને મુક્ત કરવામાં આવ્યા હતા. અભિયોજન પક્ષ હત્યાના આરોપમાં દોષી ઠેરવવામાં આવેલ 11 લોકોને ફાંસીની સજાની માંગ કરશે. જ્યારે કે તેમના વકીલ તેમના પ્રત્યે દયા રાખવાની માંગ કરી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે આ રમખાણોમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકો માર્યા ગયા હતા. આ મામલે SITએ 66 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમા 9 આરોપી છેલ્લા 14 વર્ષથી જેલમાં છે. જ્યારે કે બાકી આરોપી જામીન પર છે. એક આરોપી બિપિન પટેલ અસારવા સીટ પરથી ભાજપાના નિગમના ધારાસભ્ય છે.  2002માં રમખાણોના સમયે પણ બિપિન પટેલ નિગમ ધારાસભ્ય હતા. ગયા વર્ષે તેમને સતત ચોથી વાર જીત નોંધાવી. 
 
જો કે કોર્ટે 2 જૂનના રોજ બિપિન પટેલને પણ આ કેસમાંથી મુક્ત કરી દીધા છે. જ્યારે કે વિહિપ નેતા અતુલ વૈદ્ય સહિત 13 અન્ય આરોપીને હલકા અપરાધોના દોષી ઠેરવ્યા છે. નિર્ણય સંભળાવતા કોર્ટે કહ્યુ હતુ કે આ મામલામાં અપરાધિક ષડયંત્રનો કોઈ પુરાવો નથી અને આઈપીસીની ધારા 120 બી હેઠળ આરોપ  હટાવી દીધો હતો. મુક્ત થયેલ લોકોમાં વિપિન ઉપરાંત ગુલબર્ગ સોસાયટી જ્યા છે એ વિસ્તારના તત્કાલીન પોલીસ નિરીક્ષક કે.જી. એર્ડા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેઘસિંહ ચૌધરીનો સમાવેશ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સગીર ગાડી ચલાવશે તો તેના વાલી કે ગાડીના માલિકને 20 હજારનો દંડ અને 3 વર્ષની જેલ