પીએમ મોદીએ રૂા. 500 અને 1000ની નોટ બંધની જાહેરાત બાદ પણ સોમનાથ મંદીર ટ્રસ્ટમાં આઠ દિવસમાં 17.79 લાખની 5૦૦ અને 1૦૦૦ની નોટોની આવક થઇ છે. જો કે તા. 15 થી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ચલણી નોટો સ્વીકારવાનું બંધ કરી દીધું હતું. ભારત સરકારે એકા એક તા. 8ની રાત્રે 5૦૦ અને 1૦૦૦ ની ચલણી નોટોને બંધ કરી દેતાં આ નોટો ફકત કાગળના ટુકડા સમાન બની ગઇ છે પરંતું જાહેરાતના 72 કલાક સુધી આ ચલણી નોટો મેડીકલો, પેટ્રોલ પંપો સહીતના જરૂરી સ્થળો પર આ નોટો સ્વીકારવાની છુટ આપી હતી. જેમાં દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ દ્વારા દિવાળીના મીની વેકેશન માણવા દુર દુરથી આવેલા ભાવિકો અને યાત્રીકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ગત તા. 15 સુધી રૂા.500 અને 1000ની જુની નોટો મંદિરમાં આવતું દાન, મંદિરના ગેસ્ટ હાઉસો અને ભોજનાલયોમાં સ્વીકારવામાં આવતી હતી.