Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેલેરીયા-ડેગ્યુંની માહિતી ન આપનાર સામે પગલા લેવાશે

મેલેરીયા-ડેગ્યુંની માહિતી ન આપનાર સામે પગલા લેવાશે
અમદાવાદ , ગુરુવાર, 14 જુલાઈ 2016 (12:15 IST)
ચોમાસુ શરુ થતાં જ ફરી એક વખત અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રોગચાળાનું પ્રમાણ વધ્યુ છે. ખાસ કરીને ચોમાસામાં ડેંગ્યુ અને મલેરીયા જેવા રોગનો આતંક સવિશેષ જોવા મળતો હોય છે. ત્યારે રાજ્ય સરકારે પ્રથમ વખત ગુજરાતમાં મલેરીયા અને ડેંગ્યુને નોટિફાયેબલ રોગ જાહેર કરવામાં આવ્યા છે.નોટિફાયબલ એટલ કે રોગ અંગેની વિગતો ફરજીયાત તંત્રને આપવાની રહેશે.  જે મુજબ, રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રોજ નોંધાતા મલેરીયા અને ડેંગ્યુના કેસનું રીપોર્ટીંગ રાજ્ય સરકારને ફરજીયાતપણે કરવાનું રહેશે. જો કોઈ હોસ્પિટલ રાજ્ય સરકાર સુધી આ આંકડાઓ નહીં પહોંચાડે તો તેની સામે  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારનું લક્ષ્યાંક વર્ષ ૨૦૧૬ સુધીમાં મલેરીયાના રોગને નિર્મુલ કરવાનું છે.

આ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શીકા પ્રમાણે રાજ્યના આરોગ્ય વિભાગે સૌ પ્રથમ વખત  મલેરીયા અને ડેંગ્યુના રોગને નોટિફાયેબલ જાહેર કર્યા છે અને તાત્કાલિક ધોરણે જ તેનો અમલ પણ શરુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આવા પ્રકારના કેસોની માહિતી માત્ર સરકારી હોસ્પિટલોમાંથી જ મળતી હતી. જોકે, હવે ખાનગી હોસ્પિટલે પણ આવા કેસોની તમામ માહિતી સંબંધિત જિલ્લા અને મહાનગરપાલિકાની કચેરીએ પુરી પાડવાની રહેશે.  તેમજ આ માહિતી ન આપનાર હોસ્પિટલો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

આરોગ્ય મંત્રી નિતિન પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મલેરીયા અને ડેંગ્યુના કેસની માહિતી અને નિયંત્રણ માટે અલગ સમિતિ કાર્યરત કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પારૂલ યુનિવર્સિટી રેપ કેસના આરોપી જયેશ પટેલ હોસ્પિટલમાં