પારૂલ યુનિવર્સિટી દુષ્કર્મ કેસના આરોપી જયેશ પટેલની તબિયત વધુ લથડતા આજે તેને સારવાર અર્થે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ તેની કાર્ડિયાકની સમસ્યાની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસના રીમાન્ડ મંજુર થયા બાદ જયેશ પટેલની ગત ૮ જુલાઈના રોજ તબિયત લથડી હતી, જેથી તેને વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તબક્કે તેને છાતીમાં દુઃખાવાની ફરીયાદ હતી. જેના પગલે હોસ્પિટલમાં તેના એક્સ-રે, સોનોગ્રાફી અને સિટી સ્કેન કરાયા હતા. તેમજ તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. જોકે, આટલા દિવસ બાદ પણ જયેશ પટેલની તબિયતમાં સુધારો ન થતા તેને આજે વધુ સારવાર અર્થે અમદાવાદની યુએનહોસ્પિટલ લવાયો છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.