Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપની ગતી વિઘી તેજ

ભાજપની ગતી વિઘી તેજ
અમદાવાદ, , ગુરુવાર, 7 જુલાઈ 2016 (15:15 IST)
કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે રાજ્યની આનંદીબેન પટેલ સરકારના મંત્રી મંડળમાં વિસ્તરણની કવાયત તેજ બની છે. લાંબા સમયથી આ મંત્રી મંડળ વિસ્તરણની ચર્ચા ચાલી રહી હતી. તે  દરમિયાન રથયાત્રાને લઈ અમદાવાદના મહેમાન બનેલા  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે દિલ્હી પરત જવાની જગ્યાએ  અમદાવાદમાં જ રોકાણ કર્યુ હતું.

અમિત શાહે બુધવારે દિવસભર તેમણે અલગ-અલગ રાજકીય નેતાઓ સાથે બેઠકો કરી હતી. તે જોતા રાજ્યમાં અચાનક રાજકીય ગરમાવો આવી ગયો છે અને મંત્રી મંડળથી લઈને સંગઠનની નવી રચનાઓ અંગે ચર્ચાઓ તેજ બની છે. અમિત શાહે બુધવારે ભાજપ પ્રદેશ સંગઠનના વિવિધ મંત્રીઓ અને સરકારના કેટલાક અધિકારીઓ અને મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

 ગુજરાતમાંથી ૩ સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન અપાવવામાં પણ અમિત શાહે મહત્વની  ભૂમિકા ભજવી હતી.  ત્યારે અમિત શાહના ગુજરાત રોકાણના કારણે રાજ્યના સંગઠનમાં પણ મોટાપાયે પરિવર્તનની અટકળો તેજ બની છે.  અમિત શાહ હજી ગુરૂવારે પણ આખો દિવસ અમદાવાદમાં રોકાવાના છે અને સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.

 ઉલ્લેખનીય છે કે, રાજ્યના મંત્રી મંડળમાં ફેરબદલની અટકળો લાંબા સમયથી લગાવવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ, આનંદીબેન પટેલના મંત્રી મંડળમાં કેબિનેટમાં નવા ત્રણથી ચાર મંત્રીઓને સ્થાન મળે તેવી શક્યતા છે. જ્યારે વર્તમાન કેટલાક મંત્રીઓના ખાતા બદલાય તેવી પણ અટકળો ચાલી રહી છે. જોકે, આનંદીબેન પટેલ  અને અમિત શાહ વચ્ચેની તકરારના કારણે આ સમગ્ર મામલે લટકેલો હોવાનુ જાણવા મળ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

186 ટ્રાફીક પોઇન્ટ પર ટાઇમર લગાવાશે