Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

186 ટ્રાફીક પોઇન્ટ પર ટાઇમર લગાવાશે

186 ટ્રાફીક પોઇન્ટ પર ટાઇમર લગાવાશે
અમદાવાદ, , ગુરુવાર, 7 જુલાઈ 2016 (15:07 IST)
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ઘટાડવાની કવાયતના ભાગરુપે શહેરના ૧૮૬ ટ્રાફિક પોઈન્ટ પર હવે ટ્રાફિક સિગ્નલ કાઉન્ટડાઉન ટાઈમર લગાવવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. શહેરમાં ગાડીઓના ધુમાડાથી ફેલાતા પ્રદૂષણને ઘટાડવા માટે ૮ વર્ષ પહેલા આ પ્રકારના ટાઈમર મુકવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ મેઈન્ટેનન્સની સમસ્યા ઉભી થતા તેને દૂર કરવામાં આવ્યા હતા. જોકે, હવે ફરીથી આ ટાઈમર લગાવવાની શરુઆત કરી દેવામાં આવી છે. 

શહેર ટ્રાફિક વિભાગના જણાવ્યા મુજબ, આગામી  એક સપ્તાહમાં ૫૦થી વધુ ટ્રાફિક સિગ્નલો પર ટાઈમર લગાવવાની કામગીરી પુર્ણ કરાશે. આ માટે દિલ્હી સ્થિત એક અર્ધ સરકારી સંસ્થાને કોન્ટ્રાક્ટ સોંપાયો છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અમદાવાદ મહાનગરપાલિકાના એક સિનીયર અધિકારીએ જણાવ્યુ હતું કે, અમે શહેરમાં હવે જુની થઈ ગયેલી ટ્રાફિક લાઈટ દૂર કરવા માંગીએ છીએ. 

રોડ પરથી પસાર થતા વાહનોની એવરેજ સંખ્યાના આધારે ટ્રાફિક લાઈટનો સમય નક્કી કરાયો છે. દરેક ટ્રાફિક લાઈટની સાઈકલ અલગ-અલગ છે.  ત્યારે ટાઈમર પણ ટ્રાફિક લાઈટના સમય મુજબ જ મુકવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ તાજેતરમાં અમદાવાદની ટ્રાફિક પરિસ્થિતિનો રીવ્યુ કર્યુ હતું અને કાઉન્ટડાઉન ટાઈમર મુકવાની સલાહ આપી હતી.

આ અંગે એએમસીના ડેપ્યુટી મ્યુનિ કમિશનર સિદ્ધાર્થ ખતરીએ જણાવ્યુ હતું કે, આ ટાઈમર પર અમે રીલેક્સનો મેસેજ મુકીશું. તેમજ પ્રદૂષણથી બચવા સિગ્નલ પર વાહનો બંધ રાખો તેવો મેસેજ મુકવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધોરણ-૧૦ની પરીક્ષામાં ૩૦ માર્ક શાળા તરફથી ? 70-30ના રેશીયાની મુશ્કેલી