Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીનગર કોર્પોરેશનમાં મેયર પ્રવિણ પટેલનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો

ગાંધીનગર કોર્પોરેશનમાં મેયર પ્રવિણ પટેલનો કોંગ્રેસે  ઉગ્ર વિરોધ કર્યો
, મંગળવાર, 10 મે 2016 (14:59 IST)
ગાંધીનગરમાં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ટાઈ પડી હતી. જ્યારે કેટલાક તિકડમો બાદ ભાજપને સત્તા મળતા કોંગ્રેસને પેટમાં દુઃખ્યું હતું. કોંગ્રેસ દ્વારા પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા બાદ મેયર બનનાર પ્રવીણ પટેલનો ઉગ્ર વિરોધ કરવાઈ રહ્યો છે. આજે પ્રવીણ પટેલે મેયરપદનો ચાર્જ લેતા કોંગ્રેસ દ્વારા વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસની મહિલાઓ દ્વારા બે દિવસ પહેલા મેયર પ્રવિણ પટેલ વિરુદ્ધ છાજિયા લીધા હતા. વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.  2011માં મહાનગરપાલિકાની ચુંટણી વખતે જેવો ખેલ થયેલો તેવા જ ખેલનું આ વખતે ફરી વખત પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના તે વખતના પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાએ 3 સાથીઓ સાથે કોંગ્રેસમાંથી જુદા થઈને ભાજપ સાથે જોડાણ કર્યું તેવું આ વખતે પ્રવીણ પટેલે ફરી વખત કરી બતાવ્યું. પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા પ્રવિણ પટેલે મેયર પદની માંગણી કરી હતી, પરંતુ કોંગ્રેસે તેમને સ્થાયી સમિતિના ચેરમેન બનાવ્યા હતા. એટલા માટે ફરી ભાજપ પાર્ટી જોઈન્ટ કરી.અને ગાંધીનગરના મેયર બની ગયા. જો કે આ વખતે કોંગ્રેસ તેનો ઘણો જ વિરોધ કરી રહી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેટેલાઈટમાં દારૂની મહેફિલના કેસમાં તોડ મામલે મહિલા PSI સહિત ચાર સામે ગુનો દાખલ