ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સિનેમેટિક ટૂરિઝમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ એમઓયુ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરાં તેમજ મલ્ટિપ્લેક્સ અને સ્પોર્ટ્સ એકેડેમી ફિલ્મ સ્ટુડિયો થીમપાર્ક વર્ચ્યુઅલ રિયાલિટી પાર્ક બનાવવા અંગેના વિવિધ એમઓયુ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અમદાવાદમાં વન ડે પિકનીક માટે કે શહેરમાં ફરવા માટે કાંકરીયા સિવાય કોઈ નવું પ્લેસ ના હોવાથી હવે લોકોમાં સાબરમતીનો રિવરફ્રન્ટ મહત્વની જગ્યા બની ગયો છે. ત્યારે તેની પર રેસ્ટોરાં અને સિનેમાં બને તે લોકોમાં આનંદની લાગણીનો ઉદ્ઘવ કરશે. તેની સાથે રિવરફ્રન્ટ પર હાલમાં બેસવા અને બોટિંગ સિવાય કોઈ નવી રાઈડ્સ ન હોવાથી લોકોમાં કંઈક નવું જોવાનો પણ અનુભવ થશે.