Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું આગળ વધતી જાઉં.

happiness

હસ્તી પટેલ

, મંગળવાર, 15 જુલાઈ 2025 (14:28 IST)
happiness
હું આગળ વધતી જાઉં અને
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
 
ઝર ઝર વહુ ઝરણા જેમ
ડૂબી જાઉં નદીઓ ના સંગમાં
કિનારા પર આવી ને ડૂબી જાય મારી નાવ,
મારા જીવન નું ક્ષણ  ક્ષણ  પ્રજ્વલિત થાય.
 
ફેર ફેર ઉડું આભ માં
પણ રાખું પગ ધરા પર
આ ઊંચ નીચ ના રસ્તા માં
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
 
કણ કણ તરસું પેટ ભરવા
મળે ને થોડું ખાઉં, બાકી આપી દઉં
ખુશિઓ પણ આમ મળે અને
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
 
સદા સદા હારુ ન દીવો બળે
ઓલવાય જાય આંધી ના ટકરાવ થી
હું ફરી પ્રગટાવુ અજવાળા ના દીવા
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
 
હું આમજ વધતી જાઉં અને
મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.


 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરગવાના પાંદડામાં છુપાયો છે પોષક તત્વોનો ખજાનો, જાણો તે કયા રોગો માટે અમૃત સમાન છે?