વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીના અસ્સી ઘાટ ઉપર ઈ-બોટને લોન્ચ કરી હતી. ખુદ વડાપ્રધાન મોદી ઇ-બોટની સવારી કરી આનંદ અનુભવ્યો હતો. તેમણે પોતાના સંબોધનની શરૂઆત હર-હર મહાદેવથી કરી હતી. મોદીએ વારાણસીના લોકોને સંબોધતા કહ્યું હતું કે, અમારા દેશમાં દુર્ભાગ્યથી એવી યોજનાઓ ચાલી રહી છે કે જેનાથી વોટ બેન્ક મજબૂત બને છે. આ જ વ્યવસાય ચાલે છે. આ કોઈપણ સમસ્યાના મૂળમાં નથી જતા અને સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન પણ નહીં કરતા. તમે ચૂંટણીઓ લડતા જાઓ અને જીતતા જાઓ પરંતુ મારો ગરીબ વધારે ગરબી બનતો જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ગરીબોને જન ધન યોજના જેવી સ્કીમોથી મજબૂત બનાવી રહ્યા છીએ. જેથી ગરીબ જ ગરીબીને હરાવે. આ દેશામાં કામ ચાલું છે. અમીરોની ગરીબી તો ખુબ જ જોઈ પરંતુ ગરીબોની અમીરી પણ જોયા કરો. અમે બેન્કને કહ્યું છે કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ગરીબોને ગેરંટી વગર લોન આપવી. અંતે તો આ ગરીબોનો દેશ છે બેન્ક ગરીબો માટે છે.