Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અચ્છે દિન આવે કે ન આવે પણ હજુ પણ 70 ટકા લોકો કરે છે નમો નમો

અચ્છે દિન આવે  કે ન આવે પણ હજુ પણ 70 ટકા લોકો કરે છે નમો નમો
, સોમવાર, 2 મે 2016 (00:16 IST)
પીએમ મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના બે વર્ષ પુરા થઈ ગયા છે ત્યારે લોકો મોદી સરકાર અંગે શું માને છે તે જાણવા માટે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો છે.આ સર્વેમાં લોકોએ જે પ્રકારના જવાબો આપ્યા છે તે મોદી સરકાર માટે કહીં ખુશી...કહીં ગમ જેવા છે.આ સર્વેમાં આશરે 50 ટકા લોકોનું માનવું છે કે, સરકાર બન્યાના બે વર્ષ પછી દેશમાં કોઇ પણ પ્રકારના ફેરફાર થયા નથી. આ સાથે જ 15 ટકા લોકોનું ત્યાં સુધી માનવું છે કે આ દરમિયાન દેશની સ્થિતિ ખરાબ પણ થઇ છે. આજે પણ લોકો હજુ પાંચ વર્ષ વડાપ્રધાન તરીકે તો નરેન્દ્ર મોદીને જ જોવા માંગે છે.

વડાપ્રધાન તરીકે મોદી લોકપ્રિય
જો કે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા હજી પણ યથાવત જ રહી છે. સર્વેમાં સામેલ 62 ટકા લોકો હજી પણ વડાપ્રધાન મોદીના કાર્યથી ઘણાં ખુશ છે અને આ ઉપરાંત 70 ટકા લોકો હજુ પાંચ વર્ષ પછી આગામી પાંચ વર્ષ માટે પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જ જોવા માંગે છે.

15 રાજ્યોમાં 4000 લોકોએ ભાગ લીધો સર્વેમાં
આ સર્વેમાં 15 રાજ્યોના શહેર અને ગ્રામીણ વિસ્તારના કુલ 4000 લોકોની પાસે તેમની પ્રતિક્રિયા માંગવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, જયારે લોકોને પૂછવામાં આવ્યું કે બે વર્ષ પહેલા તેમની જે સ્થિતિ હતી તેમાં આજે શું કોઇ ફેરફાર થયો છે ? જવાબમાં 49 ટકા લોકોએ કોઇ ફેરફાર નથી થયો તેમ કહ્યુ હતું. આ ઉપરાંત 15 ટકા લોકોએ કહ્યું કે, સ્થિતિ અગાઉ કરતાં પણ ખરાબ થઇ છે.

લોકસભાના ભૂતપૂર્વ સેક્રટરી જનરલ સુભાષ સી કશ્યપે શનિવારે આ સર્વે સાર્વજનિક કરતાં કહ્યું કે, વડાપ્રધાન મોદીની વ્યક્તિગત છાપ સારી છે અને મોટી જનસંખ્યા તેમના કામને પસંદ પણ કરી રહી છે. આ સર્વે અંગેની કેટલીક વાતો આ પ્રકારની છે.

ટોપ પાંચ મંત્રી
સુષમા સ્વરાદજ(વિદેશ મંત્રી)
રાજનાથ સિંહ(ગૃહમંત્રી)
સુરેશપ્રભુ(રેલવે મંત્રી)
મનોહર પર્રિકર(સરંક્ષણ મંત્રી)
અરૂણ જેટલી(નાણામંત્રી)


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટેક્સ ચુકવવામા પણ આપણે પાછળ, ભારતમાં માત્ર 1 ટકા વસ્તી ચૂકવે છે