તમિલનાડુમાં સલેમ જીલ્લાના ઈલમપિલ્લઈમાં સોમવારે ફેસબુક પર પોતાનો અશ્લીલ ફોટો જોઈને એક યુવતીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
પોલીસના જણાવ્યુ કે ફેસબુક પર કોઈ બીજા દ્વારા 20 વર્ષીય વીનૂપ્રિયાના ફોટા સાથે છેડખાની કરી તેને અશ્લીલ રીતે પોસ્ટ કરવામાં આવી જેને જોઈને વીનૂપ્રિયા તનાવમાં હતી. પોતાના ઘરે આવીને વીનૂપ્રિયા સીધી પોતાના રૂમમાં જતી રહી તેને ત્યા ફાંસી લગાવી લીધી. જેને જોઈ વીનૂપ્રિયાની દાદીએ ચીસ પાડી.
તેના પિતાજી અને પડોશીઓએ રૂમનો દરવાજો તોડી વીનૂપ્રિયાને બહાર કાઢી અને તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા પણ વીનૂપ્રિયાએ રસ્તામાં જ દમ તોડ્યો. પોલીસે જણાવ્યુ કે વીનૂપ્રિયાના શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યુ છે.