જીલ્લાના ગુનૌર જનપદ પંચાયત હેઠળ આવનારા ગ્રામ ઘરવારામાં ભેસે એક વિચિત્ર બાળકને જન્મ આપ્યો છે. ભેંસના આ બાળકના બે મોઢા અને આગ પગ છે.
ગામના ગોરા લાલ દહાયતની ભેંસે એક વિચિત્ર પાડા(ભેંસનુ બચ્ચુ)ને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ભેંસના બે બાળક છે. જે ગર્ભમાં કોઈ કારણસર એક બીજા સાથે જોડાય ગયા. ઉલ્લેખનીય છે કે માણસોમાં પણ અનેક બાળકો આવા હોય છે જે શરીર સાથે જોડાય જાય છે. જેમાથી અનેકના તો ઓપરેશન કરીને અલગ પણ કરવામાં આવ્યા છે.
ભેંસના આ વિચિત્ર બાળકના જન્મ અને ચર્ચાઓનુ બજાર ગરમ થતા દૂર દૂરના ગામથી લોકો આ અદ્દભૂત ભેંસના બાળકને જોવા માટે આવી રહ્યા છે. દહાયતના ઘરની બહાર લોકોની ભીડ જામી છે.