Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે 3 લાખથી વધુ રોકડ લેવડ-દેવડ પર રોક લાગશે, જાણો બેનનુ કારણ

હવે 3 લાખથી વધુ રોકડ લેવડ-દેવડ પર રોક લાગશે, જાણો બેનનુ કારણ
નવી દિલ્હી. , સોમવાર, 22 ઑગસ્ટ 2016 (11:13 IST)
ભારતીય અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી રહેલ કાળા ધનએ રોકવા માટે સરકાર વિશેષ તપાસ દળની ભલામણને ધ્યાનમાં રાખતા 3 લાખ રૂપિયાથી વધુની લેવડ દેવડ પર બેન લગાવવાની તૈયારીમાં છે. 
 
ઉલ્લેખનીય છે કે સુર્પીમ કોર્ટ તરફથી કાળાધનની તપાસને લઈને નિયુક્ત એસઆઈટીએ 3 લાખથી વધુના રોકડ લેવડ-દેવડ પર બેન લગાવવાની ભલામણ કરી હતી. સાથે જ કાયદાનુ ઉલ્લંઘન કરવા પર સજાની જોગવાઈની અપીલ પણ એસઆઈટીએ કરી હતી. 
 
 સુત્રોના જણાવ્યા પ્રમાણે વેપાર ઉદ્યોગ જગતના ભારે વિરોધ વચ્ચે સરકારે એસઆઇટીના એક વધુ સુચન ઉપર ફેંસલો કરવો બાકી છે જેમાં 15 લાખથી વધુની રોકડ રાખવા ઉપર પણ પ્રતિબંધ મુકવાની વાત કહેવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ડરની વાત એ છે કે, આનાથી ટેકસ અધિકારીઓ દ્વારા હેરાનગતી પણ થઇ શકે છે.  3 લાખ રૂપિયાની સીમા રાખવાનો હેતુ ક્રેડીટ કે ડેબીટકાર્ડ અને ચેક અથવા ડ્રાફટ થકી ટ્રાન્ઝેકશન સુનિશ્ચિત કરવાનુ છે કે જેથી તેની સરળતાથી ભાળ મેળવી શકાય. કાળા નાણા વિરૂધ્ધ એકધારૂ અભિયાન ચાલુ રાખવા છતાં સત્તાવાળાઓએ જવેલરી અને કાર ખરીદમાં રોકડ લેવડ-દેવડના અનેક મામલાઓ ઝડપી લીધા છે.
 
નાણા મંત્રાલય પ્લાસ્ટીક મનીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યુ છે જે હેઠળ સરકારી સેવાઓ માટે ટ્રાન્ઝેકશન ચાર્જ નહી લેવાની વાત જણાવવામાં આવી છે.  સરકારે અગાઉ પ્રોપર્ટીના વ્યવહારો માટે રૂ.20,000થી વધુના રોકડ ચુકવણા ઉપર પણ પ્રતિબંધ મુકી દીધો હતો. સૌથી વધુ કાળુ નાણુ પ્રોપર્ટીના ટ્રાન્ઝેકશનમાં વપરાતુ હોવાનુ સરકારના ધ્યાનમાં આવ્યુ હતુ. બેંકની લોન ભરપાઇ કરવામાં પણ આ લીમીટ રાખવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તુર્કી આત્મઘાતી હુમલામાં 30 લોકોના મોત