દેશભરમાં વધારવામાં આવેલ સતર્કતા વચ્ચે ભારતીય તટરક્ષક દળે આજે સવારે ગુજરાતના તટ નિકટ એક પાકિસ્તાની બોટ પકડવામાં આવી છે. જેના પર નવ લોકો સવાર હતા.
રક્ષા મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલ વક્તવ્યના મુજબ કોસ્ટ ગાર્ડના જહાજ સમુદ્ર પાવકે ભ્રમણ દરમિયાન આ બોટને ગુજરાતન તટ કિનારે સવારે દસ વાગીને પંદર મિનિટ પર પકડવામાં આવી. જેના પર નવ લોકો સવાર હતા.
પ્રાથમિક માહિતીથી એવુ લાગે છે કે આ નાવડી પર સવાર લોકો પાકિતાની માછીમાર છે.
સૂત્રો મુજબ બોટ અને તેના પર સવાર 9 લોકોની આગળ તપાસ માટે તેમને પોરબંદર લઈ જવામાં આવી રહ્યા છે. ભારતીય સેનાએ થોડા દિવસ પહેલા જ નિયંત્રણ રેખાની પાર લક્ષિત હુમલો કર્યો હતો. ત્યારબાદથી પડોશી દેશની સીમાવાળા મેદાન અને સમુદ્રી સીમાને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે.
આ પહેલા શુક્રવારે કોસ્ટ ગાર્ડે કહ્યુ હતુ કે નિયંત્રણ રેખા પાર આતંકી ઠેકાણા પર ભારતના લક્ષિત હુમલાને ધ્યાનમાં રાખતા ગુજરાત તટથી લાગનારા સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવી લેવામાં આવ્યા હતા અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
કોસ્ટગાર્ડના માછીમારો અને અન્ય લોકોને વધુ સતર્કતા રાખવા અને સમુદ્ર કે તટ નિકટના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અસામાન્ય ગતિવિધિના સમાચાર આપવા કહ્યુ છે.