Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બદલાયો RSSનો યુનિફોર્મ: ખાખી પેન્ટના બદલે ભુરૂ ફૂલપેન્ટ પહેરાશે

બદલાયો RSSનો યુનિફોર્મ: ખાખી પેન્ટના બદલે ભુરૂ ફૂલપેન્ટ પહેરાશે
, રવિવાર, 13 માર્ચ 2016 (15:52 IST)

દાયકાઓથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓળખ બની રહેલી ખાખી હાફ પેન્ટ હવે જોવા નહીં મળેરાજસ્થાનના નાગૌર ખાતે આરએસએસની ત્રણ દિવસની અખિલ ભારતીય પ્રતિનિધિની સભાની સમાપ્તિ બાદ સંઘના સરકાર્યવાહ ભૈય્યાજી જોશીએ તેની જાહેરત કરી છે. ભૈય્યાજી જોશીએ જાહેરાત કરતાં કહ્યુ છે કે, હવે આરએસએસ કોઈ જડવાદી સંગઠન નથી. સંઘ સમય સાથે પરિવર્તન કરતું રહે છે. તેથી હવે ખાખી પેન્ટના સ્થાને ભૂરું ફૂલપેન્ટ સંઘના ગણવેશમાં સામેલ કરાયું છે.

ખાખી પેન્ટના બદલે ભુરૂ પેન્ટ પહેરાશે

ગણવેશમાં ફેરફાર સંદર્ભે જાણકારી આપતાં સુરેશ જોષીએ કહ્યું કે, અમારી ઓળખ ફક્ત અડધા પેન્ટ સાથે નથી આના સિવાય બીજી અન્ય ચીજવસ્તુઓમાં પણ અમારી ઓળખ સામેલ છે. જ્યારે આ નવા રંગ સાથે લોકો ઉપયોગ કરશે ત્યારે લોકોને ધીમે-ધીમે આની આદત પડી જશે.

શનિવારની બેઠકમાં જ્યારે ખાખી પેન્ટ અંગે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવતો હતો ત્યારે લેવાયેલા નિર્ણય ઉપર એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે, ખાખી રંગ એક નિશાન છે જેના લીધે તેમાં ફેરફાર કરી શકાય નહીં, પરંતુ ભૂરા રંગને દલિતોની સાથે જોડવામાં આવે છે, બીજીતરફ આ સંઘની રાજકીય નિશાની છે.


Share this Story:

Follow Webdunia gujarati