કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગરા રોડ શોમાં સુરક્ષાની મોટી ચૂક સામે આવી છે. શહેરના શરાફા બજારમાં ચાલી રહેલ રોડ શો દરમિયાન રાહુલ ગાંધીને કરંટનો ઝટકો લાગ્યો છે. જો કે તે સુરક્ષિત છે. તેમનો રોડ શો ચાલુ છે. આ પહેલા 28 સપ્ટેમ્બરના રોજ બરેલી અને રામપુર વચ્ચે રોડ શો દરમિયાન સુરક્ષા કર્મચારીઓ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓની ભિડત થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં ખેડૂત મહાયાત્રા કરી રહ્યા છે. ખેડૂત યાત્રા હેઠળ રાહુલ ગાંધી આજે આગરામાં રોડ શો કરી રહ્યા છે. અહી શરાફા બજારમાં પહોંચતા તે અગ્રસેન મહારાજની મૂર્તિ પર માલ્યાર્પણ માટે પહોંચ્યા. આ દરમિયાન ત્યા એક ખુલ્લા તાર સાથે તેમની બોડી ટચ થઈ ગઈ. એવુ કહેવાય છે કે તેમને કરંટનો ઝટકો લાગ્યો. તે તેનાથી બચતા જોવા મળ્યા. જોકે તે સકુશળ છે. તેમનો રોડ શો સરાફા બજારમાંથી નીકળી ચુક્યો છે.