Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિહારમાં નીતિશકુમારે 200 નીલગાયોને મારી નાખવાની સંમતી આપી - મેનકા ગાંધી

બિહારમાં નીતિશકુમારે 200 નીલગાયોને મારી નાખવાની સંમતી આપી - મેનકા ગાંધી
, ગુરુવાર, 9 જૂન 2016 (23:23 IST)
બિહારમાં નીલગાયોને મારવા અંગે મોદીસરકારના બે મંત્રી એકબીજાની આમને સામને આવી ગયા છે. મહિલા વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આ મામલે પર્યાવરણ મંત્રાલયને આડે હાથ લીધું છે. મેનકા ગાંધીએ કહ્યું છે કે પર્યાવરણ મંત્રાલય દરેક રાજયને પ્રાણીઓને મારી નાખવાની લીલીઝંડી આપી રહ્યા છે. મોદી સરકારમાં પર્યાવરણ મંત્રાલય પ્રકાશ જાવડેકરની પાસે છે.

   મેનકાએ કહ્યું કે, 'પર્યાવરણ મંત્રાલય હાથી, જંગલી સુવરો, વાંદરાઓ અને નીલગાયોને મારી નાખવાની સંમતી આપે છે. પ્રથમવાર એવું બની રહ્યું છે કે પ્રાણીઓને મારી નાખવાની આ રીતે સંમતી આપવામાં આવી રહી છે. પ્રાણીઓને મારી નાખવાની આ પ્રકારની હવસતા મને સમજાતી નથી'.ઉલ્લેખનીય છે કે બિહારમાં પાકનું નુકશાન કરી રહેલી નીલગાયોને મારવા માટે બહારથી શુટરો બોલવામાં આવી રહ્યા છે.

   મેનકા એ કહ્યું કે, 'પર્યાવરણ મંત્રાલયે બંગાળમાં કહ્યું કે હાથીને મારી નાખો, હિમાચલમાં કહ્યું કે વાંદરાઓ ને મારી નાખો,ગોવામાં કહ્યું કે મોરને મારી નાખો,એ પણ પ્રાણી બાકી રાખ્યા નથી.ચંદ્રપુરમાં ૫૩ જંગલી સુવરોને માર્યા છે અને વધુ ૫૦દ્ગચ મારી નાખવાની સંમતી મળી છે.તેનાજ વાઈલ્ડ લાઈફ ડીપાર્ટમેન્ટે કહ્યું છે કે અમે પ્રાણીઓને મારવા માગતા નથી.પ્રથમવાર આવું બન્યું છે કે બિહારમાં નીલગાયોને આટલી મોટી સંખ્યામાં સંહાર કરવામાં આવ્યો છે,જે એક સંરક્ષિત પ્રાણી છે.તેને મારવા માટે હૈદરાબાદથી લોકો ને લાવવા પડ્યા.ખુબજ શરમજનક વાત કહેવાય.'

   ઉલ્લેખનીય છે કે પ્રકાશ જાવડેકર આ મામલે ગયા વર્ષે જૂનમાં કહ્યું હતું કે, રાજય સરકાર કહે તો કોઈ વિશેષ ભાગ માટે અને વિશેષ સમય માટે તેને નીલગાય અને જંગલી સુવરોને મારવાની મંજુરી મળી છે. મેનકા ગાંધી પ્રાણીઓનાં અધિકાર માટે પોતાના અભીયાન માટે ઓળખાય છે.

   મેનકા ગાંધીએ કહ્યું કે અમે ય્વ્ત્ દ્વારા જાણકારી મેળવી છે કે કોઈ પણ રાજયએ પોતે જાનવરોને મારવાની મંજૂરી નથી માંગી પરંતુ મોટા ભાગના રાજયોએ હાઈકોર્ટ પાસેથી સ્ટે લીધો છે. પર્યાવરણ મંત્રી પોતે સક્રિય થઈને જાનવરોની પાછળ પડ્યા છે. મેનકા ગાંધીએ એમ પણ કહ્યું કે બિહારમાં જે રીતે નીલગાયને મારવામાં આવી છે તેના માટે પર્યાવરણમંત્રી અને રાજયના મુખ્યમંત્રી જવાબદાર છે. તેમણે કહ્યું કે બિહારમાં નીતિશકુમારે જ પણ કર્યું તે ખુબ શરમજનક છે.

   જો કે આ સમગ્ર વિવાદ પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મેનકા ગાંધીના આરોપો પર કહ્યું કે કોણે શું કહ્યું તેના ઉપર હું કોઈ પ્રતિક્રિયા આપીશ નહીં. પરંતુ કાયદા મુજબ જો ખેડૂતોના પાકને વધુ નુકસાન થાય તો રાજય સરકાર જે પ્રસ્તાવ મોકલે તેને અમે મંજૂર કરીએ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેજરીવાલનો પાટીદારૉએ આભાર માન્યો