Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈન્દોર-પટના એક્સપ્રેસ અકસ્માત, મૃતકોની સંખ્યા 133 થઈ, 350 મુસાફરો રિલીફ ટ્રેનથી પટના પહોંચ્યા

ઈન્દોર-પટના એક્સપ્રેસ અકસ્માત, મૃતકોની સંખ્યા 133 થઈ, 350 મુસાફરો રિલીફ ટ્રેનથી પટના પહોંચ્યા
, સોમવાર, 21 નવેમ્બર 2016 (10:44 IST)
ઈંદોર-પટણા એક્સપ્રેસ દુર્ઘટનાને લઈને સોમવારે રેલ મંત્રી સુરેશ પ્રભુ લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપશે. એવુ કહેવાય રહ્યુ છે કે સુરેશ પ્રભુ 12 વાગ્યે સંસદમાં નિવેદન આપી શકે છે. રવિવારે કાનપુરમાં લગભગ 60 કિલીમીટર દૂર પુખરાયામાં ઈન્દોરથી પટના જઈ રહેલી દુર્ઘટનાગ્રસ્ત થઈ રહેલી ઈન્દોર-પટણા એક્સપ્રેસમાં અત્યાર સુધી મૃતકોની સંખ્યા 133 થઈ છે. જ્યારે કે લગભગ 60 ગંભીર રૂપે ઘાયલ છે અને 150 લોકોને મામુલી રૂપે ઘવાયા છે.  પાટા પર દરારની આશંકાને કારણે ટ્રેન ઉતરી ગઈ હોવાનુ આશંકા બતાવાય રહી છે.  
 
દુર્ઘટના પછી કેટલાક કોચ સંપૂર્ણ રીતે કાટમાળમાં બદલાય ગયા છે. ઘટનાસ્થળ પર હાજર સેના અને એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. હાલ પ્રધાનમંત્રી રાહત કોષ, રેલવે, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારોએ મૃતકો અને ઘાયલોને વળતર આપવાની જાહેરાત કરી છે. 
 
રેલ દુર્ઘટનાના લગભગ 350 પીડિતોને લઈને એક સ્પેશલ ટ્રેન પટણા પહોંચી ગઈ છે. આ વિશેષ ટ્રેન સોમવારે વહેલી સવારે પટણા પહોંચી. 


આ મૃતકોની થઈ ઓળખ 
 
1. નવીન કુમાર તિવારી પુત્ર નાગેન્દ્ર કુમાર તિવારી(55) નિવાસી પાલામઉ ઝારખંડ 
2. મહેશ કુશવાહ પુત્ર ગંગા રામ કુશવાહ (36) લસોડિયા, ઈન્દોર મધ્યપ્રદેશ 
3. મુકેશ કુમાર પુત્ર મુન્ના લાલ (45) બલિયા, યૂપી 
4. મદન રામ પુત્ર અજીત રામ (62) પટના, બિહાર 
5. અનિકેત પુત્ર ધર્મેન્દ્ર સિંહ (08) દેવાસ, મધ્યપ્રદેશ 
6. આકિબ પિતા અસલમ (24) ફિરોજાબાદ 
7. પ્રતિભા પત્ની રીતેશ સોની (20) ઈન્દોર મધ્યપ્રદેશ 
8. વજીર આલમ પુત્ર વસીર અંસારી(35) મોતિહારી 
9. પરશુરામ પુત્ર મોહનરામ(42) બલિયા 
10. રાજુ પુત્ર મેવાલાલ (31) આંબેડકરનગર 
11. જ્યોતિ પુત્રી સતી પ્રસાદ(21) કાનપુર 
12. રેખા દેવી પત્ની પ્રમોદ કુમાર (45) નિવાસી પટના 
13. મીરા ચંદેલ પત્ની ધર્મેન્દ્ર (45) દેવાસ મધ્ય પ્રદેશ 
14. આકાંઝા પુત્રી ધર્મેન્દ્ર સિંહ ચંદેલ (09) દેવાસ, મધ્યપ્રદેશ 
15. પ્રકાશ કુમાર પુત્ર વીરેન્દ્ર પ્રકાશ(22) નિવાસી પટના 
16. રિતિકા શ્રીવાસ્તવ પુત્રી એસકે શ્રીવાસ્તવ (19) લખનૌ 
17. રાજકુમાર પુત્ર દયાપાલ(55) ફતેહપુર યૂપી 
18. નીતા ગુજરાતી પત્ની જગમોહન ગુજારી (50) ઈન્દોર, મધ્યપ્રદેશ 
19. મોનૂ વિશ્વકર્મા પુત્ર જયરામ વિશ્વકર્મા(25) આંબેડકરનગર 
20. મધ્યપ્રદેસહ બજરંગી પ્રતાપ રાજા પુત્ર રામદેવ આઝમગઢ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંધી કરી ત્યારથી વિપક્ષી નેતાઓ એક થઈ ગયા-અમિત શાહ