ભોપાલની જેલગાર્ડની હત્યા કરી ભાગેલા તમામ આઠ સિમીના ખૂંખાર ઉગ્રવાદીઓ ઠાર. ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી પ્રતિબંધિત સંગઠન સિમીના 8 આતંકીઓ ફરાર થઈ ગયા હતાં. . આ આતંકીઓ ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલની હત્યા કરીને ફરાર થઈ ગયા હતાં. માર્યા ગયેલા હેડ કોન્સ્ટેબલની ઓળખ રમાશંકર તરીકે થઈ છે. આ ઘટના સંદર્ભે જેલના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આ આતંકવાદીઓ ભાગી જવાની સાથે જ ભોપાલ સહિત સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતા. આ આતંકદાવાદીઓને પકડવા માટે શોધખોળ અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. સરકારે આ આતંકવાદીઓના માથે પાંચ-પાંચ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરી હતી. આ આતંકવાદીઓ પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો.
માર્યા ગયેલા તમામ આતંકીઓમાં શેખ મુજીબ, ખાલિદ, મજીદ, અકીલ, ખિલજી, ઝાકિર, મહેબૂબ, અમઝદ અને સલિખ છે. આતંકીઓએ જેલમાં મળેલી ચાદરની રસ્સી બનાવી અને તેનો ઉપયોગ કરીને જેલની દિવાલ ઓળંગીને ભાગી ગયા. મળતી માહિતી મુજબ ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ રમાશંકરની હત્યા માટે આતંકીઓએ ચાકૂનો ઉપયોગ કર્યો હતો.