ભારતીય હોકી ટીમે કુઆંતન (મલેશિયા)માં 30 ઓક્ટોબર, રવિવારે રમાયેલી અને રોમાંચક નીવડેલી ફાઈનલ મેચમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને 3-2 ગોલના સ્કોરથી પરાજય આપીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધા જીતી લીધી છે. દીવાળીના દીવસે મળેલી જીતને કારણે દર્શકોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે બીજી વાર જીત મેળવી છે. આ જીતથી ભારતીય દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારે તરફ લોકો જશ્ન મનાવી રહ્યા છે.
ભારત વતી 3 ગોલ કરનાર ખેલાડીઓ છે – રૂપિન્દર પાલ સિંહ (18મી મિનિટે), અફાન યુસૂફ (23) અને નિક્કીન થિમૈયા (51). પાકિસ્તાનના બે ગોલ કરનાર ખેલાડી છે – અલીમ (26), અલી શાન (38).