Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દહેજ લોભીયોએ પુત્રવધુના માથા પર છુંદાવ્યુ 'મેરા બાપ ચોર હૈ' અને શરીર પર અનેક છુંદાવી અનેક ગાળો

દહેજ લોભીયોએ પુત્રવધુના માથા પર છુંદાવ્યુ 'મેરા બાપ ચોર હૈ' અને શરીર પર અનેક છુંદાવી અનેક ગાળો
જયપુર. , સોમવાર, 27 જૂન 2016 (16:09 IST)
દહેજને લઈને મહિલાઓને પ્રતાડિત કરવાના અને મારવાના સમાચાર અવારનવાર વાંચવા મળે છે. પણ આ વખતે જયપુરમાં દહેજ લોભી સાસરિયાઓએ પોતાની પુત્રવધૂ સાથે કંઈક એવુ કર્યુ જે કદાચ આખી જીંદગી તે ભૂલી શકે નહી. 
 
28 વર્ષીય યુવતીના માતા-પિતાએ પોલીસમાં દહેજ માટે સતામણીનો કેસ નોંધાવતા જણાવ્યુ કે સાસરિયાઓએ કથિત રૂપે પહેલા તો તેમની પુત્રીને ખૂબ મરી અને જ્યારે એ બેહોશ થઈ ગઈ તો તેના શરીર પર સાત સ્થાન પર છુંદણા(ટેટુ - tattoo) કરાવ્યા અને ગાળો પણ લખાવી દીધી. તેમની પુત્રીના માથા પર ટૈટૂમાં લખાવ્યુ મેરા બાપ ચોર હૈ, કારણ કે તેના માતા પિતા ગયા વર્ષે થયેલ લગ્નમાં 51,000 રૂપિયા દહેજના રૂપમાં ન આપી શક્યા. એટલુ જ નહી સાસરિયાઓએ તેમની પુત્રીના શરીર પર છ અન્ય ભાગમાં પણ ગાળો છુંદાવી દીધી. 
 
યુવતીના માતા પિતાનો દાવો છે કે સાસરિયાઓએ ગયા મહિને તેને નશીલો પદાર્થ મિક્સ કરીને કોઈ પીણુ પીવડાવ્યુ અને પછી અલવર ગામમાં આવેલ કોઈ અજાણ્યા સ્થાન પર જઈને તેના શરીર પર છુંદણા કરાવ્યા.
 
એક વરિષ્ઠ પોલીસ અધિકારી મુજબ યુવતીનુ કહેવુ છે કે તેની સાથે ગેંગરેપ પણ કરવામાં આવ્યો.. અમે લોકો મેડિકલ તપાસ કરાવવા માટે કહેવામાં આવ્યુ છે.." 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતે ચીન-પાકને પછાડ્યુ, MTCR ના સભ્ય બન્યુ