Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે ચીન-પાકને પછાડ્યુ, MTCR ના સભ્ય બન્યુ

ભારતે ચીન-પાકને પછાડ્યુ, MTCR ના સભ્ય બન્યુ
, સોમવાર, 27 જૂન 2016 (12:26 IST)
ક્લિયર સપ્લાયર ગ્રુપે સભ્યતા ન મળ્યા પછી પણ ભારતને એક કૂટનીતિક અને સામરિક સફળતા મળી. જ્યારે ભારતને  મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રીજીમ (એમટીસીઆર) ના પૂર્ણ સભ્ય બનાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે એનએસજીની સભ્યતા મેળવવામાં મળેલ નિષ્ફળતા પછી પહેલીવાર કોઈ બહુપક્ષીય નિકાર નિયંત્રણ વ્યવસ્થા(હથિયાર)માં ભારત પ્રવેશ કરશે. 
 
આ પાવરફુલ ગ્રુપમાં એન્ટ્રી બાદ ભારત અમેરિકા પાસેથી ખાસ પ્રકારના પ્રિડેટર ડ્રોન્સ પણ ખરીદી શકશે કે જેની મદદથી અફઘાનિસ્તાનમાં તાલીબાનનો સફાયો કરવામાં આવ્યો હતો. મિસાઇલ મામલામાં ભારત ચીન અને પાકિસ્તાન કરતા આગળ નીકળી ગયુ છે. ગયા વર્ષે ભારતે આ ગ્રુપમાં સામેલ થવા અરજી કરી હતી. ચીન અને પાકિસ્તાન આ ગ્રુપના સભ્ય નથી. તેમાં ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રિટન, અમેરિકા, ઇટાલી અને કેનેડા જેવા દેશો છે. આ સાથે ભારત હવે બીજા દેશો પાસેથી ઉચ્ચ પ્રકારની મિસાઇલ ટેકનીક ખરીદી શકશે.
 
ભારત માટે 34 દેશોના આ સમૂહમાં સભ્યપદ મેળવવુ મહત્વનુ છે કારણ કે એનએસજીમાં એન્ટ્રીને લઇને વિરોધ કરનાર ચીન એમટીસીઆરનું સભ્ય નથી અને ભારતે તેની પહેલા જ દાવેદારી મજબુત કરી લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે કહ્યુ છે કે, વિદેશ સચિવ એસ.જયશંકર આજે ફ્રાન્સ, નેધરલેન્ડ અને લકઝમબર્ગના રાજદુતોની હાજરીમાં એમટીસીઆરના સભ્યપદ ઉપર સહી કરશે. અગાઉ ઇટાલી વિરોધ કરતુ હતુ પરંતુ હવે તે નરમ પડી ગયુ છે.
 
 આ ગ્રુપ ન્યુકિલઅર, બાયોલોજીકલ અને કેમીકલ વેપન્સને કંટ્રોલ કરવામાં લાગ્યા છે. આ ગ્રુપ 1987માં બન્યુ હતુ અને તેનો હેતુ બેલેસ્ટીક મિસાઇલો વેચવાની મર્યાદા નક્કી કરવાનુ છે. આ ગ્રુપ મુખ્યત્વે 500 કિલો પેલોડ લઇ જતી અને 3000  કિ.મી. સુધી માર કરતી મિસાઇલો અને અનમેન્ડ એરીયલ વ્હીકલ ટેકનોલોજી (ડ્રોન) ખરીદવા અને વેચવા ઉપર કંટ્રોલ રાખે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનુ થશે મોંઘુ