ગુજરાતી જોક્સ - પપ્પાની રાણી

શુક્રવાર, 26 જુલાઈ 2019 (11:44 IST)
5 વર્ષના ચિંટુએ રાજા રાણીની વાર્તા વાંચી અને મમ્મીને બોલ્યો 
મમ્મી મને પણ ત્રણ રાણીઓ જોઈએ 
એક મને જમાડે 
બીજી મને નવડાવે 
અને ત્રીજી મને ફરવા લઈ જાય 
 
મમ્મી - પણ પછી તને ગીત ગાઈને સૂવડાવશે કોણ ?
ચિંટુ - મમ્મી હુ તો તારી પાસે જ સૂઈ જઈશ 
 
પુત્રનો પ્રેમ જોઈને મમ્મીની આંખોમાં પાણી આવી ગયુ 
મમ્મી - પણ ચિંટુ એ ત્રણ રાણી ક્યા ઉંઘશે ?
ચિંટુ - એમને સૂવા દે પપ્પા પાસે. 
 
હવે પુત્રનો પ્રેમ જોઈને પપ્પાની આંખો ભરાઈ આવી. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ વેકેશનના સમયે શમા સિકંદરનો બોલ્ડ અંદાજ, બિકની પહેરી કહર મચાવ્યુ