નરીતા તિબેટમાં હિંસા ભડક્યા પછી દલાઈ લામાએ પોતાની પહેલી વિદેશ યાત્રા શરો કરતા અહીં બીજિંગ ઓલંમ્પિકનુ સમર્થન કર્યુ.
આ સાથે જ તિબેટના નિર્વાસિત આધ્યાત્મિક નેતાએ ચીનથી અપીલ કરી કે તેમણે દાનવ કરાર નથી આપવામાં આવે.
દલાઈ લામાએ કહ્યુ કે તેમણે વ્યક્તિગત રૂપથી તિબેટી સમૂહને અનુરોધ કર્યો હતો કે સેન ફ્રાંસિસ્કોમાં ઓલંમ્પિક મશાલનુ સન્માન કરશે. ત્યાં કડક સુરક્ષાને કારણે લંડન અને પેરિસ જેવીગ ઘટનાઓને રોકી શકાઈ છે.
તેઓ અમેરિકા જવાના ક્રમમાં થોડા સમય માટે જાપાનમાં રોકાયા હતા અને સંવાદદાતાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન તેમણે એક સમય મજાકના અંદાજમાં દાનવના રૂપમાં પોતાના માથા પર આંગળીઓ મૂકી દીધી.
દલાઈ લામાએ કહ્યુ કે મને આ વાતથી દુ:ખ થાય છે કે ત્યાંની સરકાર હંમેશા મને દાનવ સાબિત કરે છે. હું ફક્ત માણસ છુ દાનવ નહી.
તેમણે કહ્યુ કે કેટલાક લોકો એવુ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અમે લોકો ચીનના વિરોધી છે. તેથી આખી દુનિયામાં ખાસ કરીને મુખ્ય ભૂમિમાં ચીની ભાઈઓ અને બહેનોને વિનંતી કરુ છુ કે આપણે ચીનના વિરોધી નથી.
ચીનના નોબલ પુરસ્કાર વિજેતા પર તિબેટમાં હિંસા ભડકવાનો આરોપ લગાવ્યો છે. દલાઈ લામાએ આજે ફરી કહ્યુ કે તેઓ તિબેટની સ્વાયત્તતા અને ચીનની અંદર સાંસ્કૃતિક આઝાદીની માંગ કરે છે.
આ સાથે જ તેઓ ઓલંમ્પિકનુ આયોજન કરવામાં ચીનના અધિકારનુ સમર્થન કરે છે. તેમણે કહ્યુ કે અમે ચીનમાં વિશ્વ રમતોના આયોજનનું સ્વાગત કરે છે, કારણકે ચીન સૌથી વધુ જનસંખ્યા ધરાવતો અને સૌથી પ્રાચીન રાષ્ટ્ર છે.