રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્ર ચેમ્પિયન
સૌરાષ્ટ્રની ટીમને બીસીસીઆઇ દ્વારા રૂ. 20 લાખનું ઈનામ
વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમ ખાતે તા.10મી એપ્રિલના રોજ રમાયેલા ફાઈનલ મેચમાં બંગાળની ટીમને 6 વિકેટે હરાવીને ગુજરાતની સિંહ સૌરાષ્ટ્ર ટીમ ચેમ્પિયન બની ગઇ છે. આ ઐતિહાસિક વિજયને પગલે સૌરાષ્ટ્રભરનાં ક્રિકેટ ચાહકોમાં ખુશી ફરી વળી છે. સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ શાહ કે જેઓ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઇ)ના સચિન નિરંજનભાઈ શાહના પુત્ર છે. રણજી વનડે ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા બદલ સૌરાષ્ટ્રની ટીમને બીસીસીઆઇ દ્વારા રૂ. 20 લાખનું ઈનામ આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર પ્રથમવાર જ રણજીવનડે નોક આઉટ ટુર્નામેન્ટમાં રમવા કવોલીફાય થયું ને વિજયયાત્રા સાથે ચેમ્પિયન પણ બન્યું. લીગ તબકકે સૌરાષ્ટ્રએ વેસ્ટઝોનની ગુજરાત, બરોડા અને મુંબઈની ટીમોને પરાજય આપ્યો હતો. જયારે મહારાષ્ટ્ર સામે વિજય મળી શકયો ન્હોતો. લીગ રાઉન્ડને અંતે વેસ્ટઝોનમાંથી પ્રથમ ક્રમે રહેલ મુંબઈ અને દ્વિતિય સ્થાને રહેલ સૌરાષ્ટ્ર નોકઆઉટ રણજી વનડે ટુર્નામેન્ટ માટે કવોલીફાય થયા હતા.
આવી જ રીતે દેશના અન્ય ચાર ઝોનમાંથી બબ્બે મળી કુલ દસ ટીમો વચ્ચે નોકઆઉટ જંગ ખેલાયો હતો. જેમાં સૌરાષ્ટ્રએ કવાર્ટર ફાઈનલમાં કર્ણાટકને, તથા સેમી ફાઈનલમાં પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ બંગાળની ટીમ સેમીફાઈનલમાં મુંબઈની મજબુત ટીમને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરેલ.
અહીં આંધ્ર ક્રિકેટ એસો.ના ક્રિકેટ સ્ટેડીયમ પર રમાયેલ વિજય હઝારે વનડે રણજી ટુર્નામેન્ટના ફાઈનલન્સમાં ક્રિકેટ એસો. ઓફ બેંગાલની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યુ હતું. સૌરાષ્ટ્રના બોલરોએ સારૂ પ્રદર્શન કરી બંગાળ ટીમને 39.2 ઓવર્સમાં ફકત 86 રનના સ્કોરમાં ઓલ આઉટ કરી દીધી હતી.
વિજય મેળવવા માટે સૌરાષ્ટ્રની ટીમે 87 રનનું લક્ષ્યાંક સિદ્ધ કરવાનું હતુ જે તેઓએ 23 ઓવર્સની રકમતમાં ફકત 4 વિકેટો ગુમાવી 89 રન કરી હાંસલ કર્યુ હતું અને બંગાળની ટીમને 6 વિકેટ સજજડ હરાવી લીધુ હતું. જેમાં ચિરાગ પાઠકના 25, જયદેવ શાહ 17, ચેતેશ્ચર પુજારા 12, સિતાંષુ કોટક 12 અણનમ, પ્રતિક મહેતા 10 અણનમ, સાગર જોગયાણીયા 5 અને એકસ્ટ્રા 8 રન હતાં.