Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકાનુ પાક. વિરુદ્ધ મોટુ નિવેદન - "પાક.ને મદદ કરવાનું બંધ કરો એ આપણને મૂર્ખ સમજે છે"

અમેરિકાનુ પાક. વિરુદ્ધ મોટુ નિવેદન -
વોશિંગટન. , બુધવાર, 13 જુલાઈ 2016 (11:21 IST)
અમેરિકી સાંસદો અને વિશેષજ્ઞોએ પાકિસ્તાનને આપવામાં આવતી મદદમાં કાપ મુકવાનો અને તેમને આતંકવાદને પ્રાયોજીત કરનારા દેશના રૂપમા જાહેર કરવાની અપીલ કરતા કહ્યુ કે આતંકવાદી તત્વોને સમર્થન આપનારો અને વસ્તુઓને તોડી-મરોડીને રજુ કરનારો આ દેશ અમેરિકાને મૂર્ખ સમજતો રહ્યો છે.  સદનની વિદેશ મામલાની સમિતિની એશિયા અને પ્રશાંત ઉપસમિતિના અધ્યક્ષ મૈટ સેલ્મને કહ્યુ, "તેઓ અમને મૂર્ખ બનાવી રહ્યા છે.  તે અમને મૂર્ખ સમજે છે. આ માફિયાને ધન આપવાની જેવુ છે."
 
પૂર્વ બુશ કાળના ટોચના રાજનેતા જાલ્મે ખલીલજાદે સાંસદોને કહ્યુ કે પાકિસ્તાની નેતૃત્વએ કેવી રીતે દશકાઓથી અમેરિકી પ્રણાલી સાથે રમત રમી છે. તેમણે કહ્યુ, "જો હુ બિનરાજનેતા શબ્દનો ઉપયોગ કરી રહ્યો છુ તો અમે ખૂબ જ સીધા રહ્યા છે."  સૈલ્મને ખલીલજાદની વાતને આગળ વધારતા કહ્યુ, સીધા સાદા મૂર્ખ. મોટાભાગના અમેરિકનો આ જોઈ શકે છે અને અમારા કહેવાતા નેતાઓને આ વાત હજુ સુધી સમજમાં આવી નથી. ફાઉંડેશન ફોર ડિફેંસ ઓફ ડેમોક્રેસીઝના લૉંગ વોર જર્નલના વરિષ્ઠ સંપાદક બિલ રોજિયોએ ખલીલજાદને અપીલ કરી કે પાકિસ્તાનને અપાનારી મદદમાં કપાત કરવામાં આવે અને તેને આતંકવાદને પ્રાયોજીત કરનારા દેશના રૂપમાં લિસ્ટીંગ કરવામાં આવે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં અતિ ભારે વરસાદની ચેતવણી