Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં અતિ ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં અતિ ભારે વરસાદની ચેતવણી
, બુધવાર, 13 જુલાઈ 2016 (06:50 IST)
ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્‍યા બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે ચેતવણી જારી કર્યા બાદ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ઉત્તર મધ્‍યપ્રદેશના મધ્‍ય ભાગો પર લોપ્રેશરની સ્‍થિતિ સર્જાઈ ગઈ છે જેની સીધી અસર હાલમાં જોવા મળી રહી છે. આજે ઉત્તર, મધ્‍યપૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્‍ટ્રમાં વરસાદનું જોરદાર જોર રહ્યું હતું. વલસાડના કપરાડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ જ્‍યારે લુણાવાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્‍યભરમાં આજે 31 તાલુકાઓમાં એકથી ત્રણ ઇંચ અને  27 તાલુકામાં અડધાથી એક ઇંચ વરસાદ થયો છે. 59 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે જેમાં સંતરામપુર તાલુકામાં ચાર, ધરમપુર, ખેરગામ, મહુધામાં ત્રણ ઇંચ, કપરાડા, ઇડર, કપડવંજ, ધાનપુર, સુબીર, કંડાણા અને મેધરજમાં બેથી વધુ ઇંચ વસાદ થયો છે.  રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉત્તર-પૂર્વમધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં વરસવાનું ચાલુ રાખ્‍યું છે. રાજયના 78 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.  જેમાં ડાંગ જિલ્લાના 113 મી.મી., વલસાડ જિલ્લાના કપરાડામાં  105 મી.મી., મહેસાણા જિલ્લાના મહેસાણામાં 104 મી.મી., અને મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 98 મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાઈ લેવલ મીટિંગ પછી મોદી બોલ્યા - બુરહાનને આતંકવાદી જ રહેવા દો, નેતા ન બનાવશો