Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બૉડી બિલ્ડર પ્રેમીને સ્તનપાન કરાવવા માટે મહિલાએ છોડી નોકરી !!

બૉડી બિલ્ડર પ્રેમીને સ્તનપાન કરાવવા માટે મહિલાએ છોડી નોકરી !!
, શુક્રવાર, 10 જૂન 2016 (11:40 IST)
દુનિયામાં અનેક સ્ત્રીઓ પોતાના બાળકો માટે પોતાનુ કેરિયર ત્યજી દે છે પણ અમેરિકાના અટલાંટા શહેરમાં એક મહિલાએ પોતાના 36 વર્ષીય પ્રેમી માટે નોકરી છોડી દીધી. આમ તો તેમા પણ કોઈ આશ્ચર્ય ન હોવુ જોઈએ પણ પ્રેમી માટે નોકરી છોડવાનુ કારણ જાણીને કોઈપણ ચોંકી જશે. 
 
36 વર્ષીય જેનિફરે નોકરી એ માટે છોડી કારણ કે તે પોતાના પ્રેમીને રોજ બે કલાક સ્તનપાન કરાવે છે. મહિલાએ સોશિયલ મીડિયા પર જ્યારે આ વાત શેયર કરી તો તેના પર તેની ખૂબ આલોચના પણ થઈ. 
 
એક અંગ્રેજી છાપા ધ સન સાથે વાત કરતા મહિલાએ જણાવ્યુ કે તેની પહેલાથી જ એક ઈચ્છા હતી કે તે કોઈ વયસ્કને સ્તનપાન કરાવે.  તેણે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે તેને એક પુસ્તકમાં વાચ્યુ કે સ્તનપાનથી બે લોકો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ બની શકે છે. 
 
જૈનિફર મુજબ તેણે શરૂઆતમાં તો ડેટિંગ વેબસાઈટ પર આ માટે પાર્ટનર શોધ્યો પણ પછી પોતાના બાળપણના પ્રેમી 36 વર્ષીય બોડી બોલ્ડર સાથી બ્રેડ સાથે એડલ્ટ બ્રેસ્ટફીડિંગ રિલેશન બનાવવાનો નિર્ણય લીધો. જેનિફર મુજબ હુ બતાવી શકુ છુ કે તે આ માટે કેટલો એક્સાઈટેડ અને આતુર હતો.  તે સમયે મને લાગ્યુ કે મને પુર્ણ જીવન માટે પાર્ટનર મળી ગયો. 
 
ઉલ્લેખનીય છે કે જેનિફરની એક 20 વર્ષની પુત્રી પણ છે. જેને તેણે 8 મહિના સુધી દૂધ પીવડાવ્યુ. પણ હવે તેના સ્તનમા દૂધ નથે આવતુ તેથી જેનિફરે ખાસ દવાઓ પણ લેવાનુ શરૂ કરી દીધુ છે. 
 
હવે રોજ તે પોતાના પ્રેમીને બે કલાક સ્તનપાન કરાવે છે જેથી તેના શરીરને એ દગો આપી શકે કે તેનુ બાળક છે અને તેના સ્તનોમાંથી દૂધ આવવુ શરૂ થઈ જાય.  જેનિફર મુજબ મે મારા કામમાંથી બ્રેક લઈ લીધો છે જેથી હુ મારો પૂરો સમય આમા લગાવી શકુ. બીજી બાજુ જેનિફરનો પ્રેમી ખુદ પણ આ માટે ખૂબ એક્સાઈટેડ છે કારણ કે તેના મુજબ આ જીમ જનારાઓ માટે સારુ ટૉનિક છે. 
 
જેનિફર કહે છે કે તે આને ક્યારેય સાર્વજનિક રૂપમાં નહી કરે કારણ કે આ તેનો વ્યક્તિગત મામલો છે પણ જો બ્રેડ ઈચ્છશે તો શક્ય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CM આનંદીબેનને એક બાળકીએ રડાવ્યા