Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Who is Rihanna: કોણ છે રિહાના, જેના 6 શબ્દોએ બદલી ખેડૂત આંદોલનની હવા

Who is Rihanna: કોણ છે રિહાના, જેના 6 શબ્દોએ બદલી ખેડૂત આંદોલનની હવા
, બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (13:25 IST)
રિહાના હાલ ઈંડિયંસના મોઢે છવાયેલ છે. ઉલ્લેખનીય છે કે ઈંટરનેશનલ પૉપ સ્ટાર રિહાનાએ આપના દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન પર ટ્વિટ કર્યુ છે. જ્યારબાદ તેના નામની ચર્ચા ટ્વિટર પર ખૂબ ચાલી રહી છે. આવો જાણીએ કોણ છે રિહાના અને તેના કેરિયર વિશે 
 
જે તેમને નથી જાણતા તે જાણવાની કોશિશ કરી રહ્યુ છે કે છેવટે તે કોણ છે.  જેમા એક રસપ્રદ વાત સામે આવી છે. આજે સવારથી જ લોકો ગૂગલ પર રિહાનાના ધર્મ વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે.  લોકોએ એ જાણવા માંગે છે કે ક્યાક રિહનાઅ મુસ્લિમ તો નથી. 
 
ગૂગલમાં રિહાના વિશે લોકો બે વાતો શોધી રહ્યા છે. પહેલી કે શુ રિહાના મુસલમા છે અને બીજી રિહાનાનો ધર્મ શુ છે 
 
રિહાનાનો ધર્મ 
 
ઉલ્લેખનીય છે કે રિહાના ઈસાઈ (Christian) છે અને બાળપણથી જ આ ધર્મ ફોલો કરે છે.  એ ક મેગેઝીન સાથે વાતચીતમાં તેણે જનાવ્યુ હત ઉ જ્કે જ્યારે તે સાત વર્ષની હતી ત્યારે તેણે પહેલીવાર વ્રત રાખીને પ્રાર્થના કરી હતી કારણ કે મને ન્યોયોર્ક જવાનુ હતુ.  મને જાણ હતી કે આ એક ત્યાગ છે જે મારે કરવાનો છે જેથી હુ જ્યા પહોંચવા માંગુ છુ ત્યા પહોચી શ કુ. 
 
રિહાનાનો જન્મ 20 ફેબ્રુઆરી 1988ના રોજ બારબાડોસના સૈટ માઈકલમાં રોનાલ્ડ ફૈટી, એક ગોદામ પર્યવેક્ષક અને મોનિકા ફેટી, એક એકાઉંટટેંટને ત્યા થયો હતો. તેની માતા ગુયાનાની એક નિવાસી આફ્રિકી-ગુયાનીજ છે અને તેના પિતા બારબેડિયન એક આયરિશ છે.  તેઓ 3 ભાઈ બહેનમાં સૌથી મોટી છે. તેના બે નાના ભાઈ રોરી અને રાજડ ફેંટી છે. 
 
રિહાનાનુ કેરિયર 
 
રિહાના એક કેરેબિયન પૉપ સિંગર છે. જે બારબાડોસની રહેનારી છે. રિહાનાની ટ્વિટર પર 100 મિલિયન ફૈન ફૉલોઈંદ છે. રિહાનાનુ જુનુ નામ રોબિન રિહાના ફેંટી ( Robyn Rihanna Fenty) છે. બારબાડોસમાં  ઉછરેલી રિહાનાના પિતા બારબેડિયન હતા અને મા ગયાના ( a country on South America’s North Atlantic coast)ન ઈ રહેનારી હતી. 
 
રિહાનાને શોધીને લાવનારા હતા અમેરિકન સૉન્ગ રાઈટર અને રેકોર્ડ પ્રોડ્યુસર Evan Rogers, જેમણે તેને પોતાનુ ગીત રેકોર્ડ કરવા માટે અમેરિકામાં ઈન્વાઈટ કર્યા હતા. વર્ષ 2005માં ડેફ જેમ રેકોર્ડિગ્સની સાથે સાઈન કર્યુ અને પોતાના પહેલા બે એલબમથી જ તે દુનિયાભરમાં છવાઈ ગઈ. રિહાનાએ કેરિયરની શરૂઆત   Music of the Sun (2005) અને  A Girl like Me (2006) દ્વારા કરી હતી. આ સાથે જ રિહાના હવે આખી દુનિયામાં ફેમસ થઈ ચુકી હતી. પોતાની શાનદાર અને જાદુઈ અવાજ અને ફેશનેબલ અંદાજ થી તેણે આખી દુનિયામાં પોતાના ફેંસની સંખ્યા ખૂબ વધારી લીધી. 
 
ત્યારબાદ તો રિહાનાના અનેક હિટ્સ આવ્યા. જેમા  'We Found Love', Don't stop the music', 'Only Girl (In the World)', 'Love the way you lie', 'Umbrella' જેવા અનેક આલબમનો સમાવેશ છે. રિહાના દુનિયાની બેસ્ટ સેલિંગ મ્યુઝિક આર્ટિસ્ટમાંથી એક છે. 
 
 
રિહાનાએન મળનારા એવોર્ડસની વાત કરીએ તો તેમા 9 ગ્રૈમી એવોર્ડ્સ, 13 અમેરિક મ્યુઝિક એવોર્ડસ, 12 બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ અને 6 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે. એટલુ જ નહી વર્ષ 2012, 2014 અને 2019માં ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટીઝની લિસ્ટમાં પણ ટૉપ 10માં સામેલ રહી છે. રિહાના સૌથી શ્રીમંત ફીમેલ મ્યુઝિશિયનમાંથી એક છે. ફોર્બ્સના મુજબ રિહાનાની કુલ સંપત્તિ લગભ્ગ 600 મિલિયન ડૉલર (4400 કરોડ) છે. 
 
રિહાનાનો પોતાનો ફેશન બ્રેંડ પણ છે, જેનુ નામ Fenty છે. રિહાના મ્યુઝિક ઉપરાંત લોકોના ભલાઈ માટે પણ કામ કરે છે. અને ફેશન ઈંડસ્ટ્રી સાથે પણ જોડાયેલી છે. રિહાના એક નૉન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન  Clara Lionel Foundation ની પણ ફાઉંડર છે. 
 
આ ઉપરાંત રિહાના  Battleship (2012), Valerian and the City of a Thousand Planets (2017), Ocean's 8 (2018) સી ફિલ્મોમાં પણ જોવા આવી ચુકી છે.  વર્ષ 2018માં રિહાના બારબાડોસ સરકાર દ્વારા એજ્યુકેશન ટુરિઝમ અને ઈંવેસ્ટમેંટ એંબેસેડર તરીકે પણ પસંદગી પામી ચુકી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદથી વાપી વચ્ચે ટ્રેન સેવા બંધ થતાં હાઈકોર્ટમાં PIL કરવામાં આવી