Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નસરાલ્લાહના મૃત્યુ પછી આગળ શું? જાણો બાઇડને શુ કહ્યું

નસરાલ્લાહના મૃત્યુ પછી આગળ શું? જાણો બાઇડને શુ કહ્યું
, રવિવાર, 29 સપ્ટેમ્બર 2024 (18:24 IST)
Nasrallah's death- ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહના મોત પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને નિવેદન જાહેર કર્યું છે.
 
તેમણે કહ્યું છે કે, "હસન નસરલ્લાહ અને તેમની આગેવાની હેઠળનું આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ છેલ્લા ચાર દાયકાના આતંકવાદ દરમિયાન સેંકડો અમેરિકનની હત્યા માટે જવાબદાર હતા."
 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઇઝરાયલના હવાઈ હુમલામાં નસરલ્લાહનું મૃત્યુ તેના ઘણા પીડિતો માટે ન્યાય છે, જેમાં અમેરિકન, ઇઝરાયલ અને લેબનોનના હજારો નાગરિકોનો સમાવેશ થાય છે.
 
"હિઝબુલ્લાહ, હમાસ, હૂતી અને ઈરાનનો ટેકો હોય તેવાં કોઈ પણ અન્ય 'આતંકવાદી' જૂથો સામે પોતાનો બચાવ કરવાના ઇઝરાયલના અધિકારનું અમેરિકા સંપૂર્ણ સમર્થન કરે છે."એવું બાઇડને કહ્યું હતું.
 
"ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા ઘર્ષણને રાજદ્વારીઢબે ઓછો કરવાનો અમારો હેતુ છે. ઇઝરાયલ અને દક્ષિણ લેબનોનમાં લોકો સલામત રીતે તેમના ઘરે પાછા ફરે તે માટે લેબનોનમાં એક કરાર પર અમારી વાટાઘાટ ચાલી રહી છે."
 
અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હવે મધ્યપૂર્વના વ્યાપક ક્ષેત્રને વધુ સ્થિર બનાવવાનો વખત આવી ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sarv Pitru amavasya 2023- સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આ 10 સરળ ઉપાયથી પિતૃ દોષનો પ્રભાવ ઓછુ થાય છે