Hassan Nasrallah died- ઇઝરાયલી હુમલામાં હસન નસરલ્લાહનું મૃત્યુ
Publish Date: Sun, 29 Sep 2024 (17:17 IST)
Updated Date: Sun, 29 Sep 2024 (21:23 IST)
Hassan Nasrallah killed- હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહના મોત પછી ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ નિવેદન આપ્યું છે. ન્યૂયૉર્કમાં સંયુકત રાષ્ટ્રની મહાસભામાં હાજરી આપ્યા પછી તેઓ ઇઝરાયલ પાછા ફર્યા હતા.
તેમણે હસન નસરલ્લાહના મૃત્યુની ઘટનાને ઐતિહાસિક વળાંક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તેઓ અસંખ્ય ઇઝરાયલી અને કેટલાય વિદેશી નાગરિકોનાં મોત માટે જવાબદાર છે. ઇઝરાયલે તેમની સાથે હિસાબ બરાબર કરી નાખ્યો છે.”
નેતન્યાહૂએ કહ્યું હતું કે, “ઇઝરાયલ પોતાના દુશ્મનો પર હુમલા ચાલુ જ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે નસરલ્લાહને નિશાન બનાવવાનું તેમણે જ કહ્યું હતું.”
તેમણે કહ્યું કે, “નસરલ્લાહનું મોત એ ઇઝરાયલના લક્ષ્યાંક પાર પાડવા માટે સૌથી અગત્યની શરત હતી.
આગળનો લેખ