Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત સાથે છે અમારો ખૂબ જ ખાસ સંબંધ, અમારો દેશ ક્યારેય ભારત વિરુદ્ધ નહી જાય, બાંગ્લાદેશના આર્મી ચીફનુ મોટુ નિવેદન

ભારત સાથે છે અમારો ખૂબ જ ખાસ સંબંધ, અમારો દેશ ક્યારેય ભારત વિરુદ્ધ નહી જાય, બાંગ્લાદેશના આર્મી ચીફનુ મોટુ નિવેદન
ઢાકા. , ગુરુવાર, 2 જાન્યુઆરી 2025 (12:43 IST)
ભારત સાથે ચાલી રહેલ તનાવ વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. સેના પ્રમુખ વાકર -ઉજ-જમાને એક નિવેદનમાં કહ્યુ કે ભારતનો બાંગ્લાદેશ સાથે ખૂબ જ ખાસ સંબંધ છે.  તેથી તેમનો દેશ ક્યારેય ભારત વિરુદ્ધ જઈ શકતો નથી. આ દરમિયાન તેમણે ભારતને મહત્વપૂર્ણ પડોશી બતાવ્યુ અને કહ્યુ કે ઢાકા અનેક બાબતે નવી દિલ્હી પર નિર્ભર છે. 
 
સેના પ્રમુખે કહ્યુ કે મોટી સંખ્યામાં બાંગ્લાદેશી પોતાની સારવાર કરાવવા પણ ભારત આવે છે અને ત્યાથી ઢાકા ઘણો બધો સામાન પણ આયાત કરે છે.  તેથી બાંગ્લાદેશ એવુ કોઈ પગલુ નહી ઉઠાવે જે ભારતના રણનીતિક હિતો વિરુદ્ધ છે.  ભારત-બાંગ્લાદેશ વચ્ચે લેવડ-દેવડ થી લઈને પરસ્પર હિતોને સમાન મહત્વ આપવાનો સંબંધ છે.  તેમા કોઈ ભેદભાવ નહી હોય. તેથી બાંગ્લાદેશને ભારત સાથે સમાન સંબંધો બનાવી રાખવા પડશે. આ જ બાંગ્લાદેશના હિતમાં છે. 
 
શેખ હસીનાના પ્રત્યર્પણને બાંગ્લાદેશે જણાવ્યો દ્વિપક્ષીય મુદ્દો 
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પ્રત્યર્પણને દ્વિપક્ષીય મુદ્દો બતાવ્યો છે.. વિદેશ મામલાના સલાહકાર તૌહીદ હુસૈને બુધવારે કહ્યુ કે અપદસ્થ પ્રધાનમંત્રી શેખ હસીનાનુ પ્રત્યર્પણ ભારતની સાથે અનેક મુદ્દામાંથી એક છે. જ્યારે કે અમેરિકા, ભારત અને ચીન સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધ અંતરિમ સરકારની પ્રાથમિકતાઓ છે. તેમણે કહ્યુ કે હસીના (77) પાંચ ઓગસ્ટથી ભારતમાં રહી રહ્યા છે. જ્યારે તે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં મોટા પાયા પર થયેલા પ્રદર્શન પછી દેશની બહાર જતી રહી હતી.  વિદ્યાર્થીઓના આંદોલનને કારણે તેમની 16 વર્ષ જૂની સરકાર ભાંગી પડી હતી.  બાંગ્લાદેશ સ્થિત આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ (આઈસીટી) એ હસીના અને અનેક પૂર્વ કેબિનેટ મંત્રીઓ, સલાહકારો અને સૈન્ય તેમજ અસૈન્ય અધિકારીઓ વિરુદ્ધ માનવતા વિરુદ્ધ અપરાધ અને નરસંહાર  માટે અરેસ્ટ વોરંટ રજુ કર્યુ છે. 
 
રોહિંગ્યા પર શુ છે બાંગ્લાદેશનુ વલણ 
પૂર્વ રાજનયિક અને પ્રમુખ સલાહકાર મોહમ્મદ યૂનુસની અંતરિમ સરકારમાં વાસ્તવિક વિદેશ મંત્રી હુસૈને કહ્યુ કે રોહિંગ્યા સંકટથી મુક્તિ સાથે અમેરિકા, ભારત અને ચીન સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધ કાયમ રાખવા 2025માં બાંગ્લાદેશ માટે પ્રમુખ પ્રાથમિકતાઓ રહેશે.  તેમણે કહ્યુ, 'અમારી પ્રાથમિકતાઓ રોંહિગ્યા સંકટનુ સમાધાન કરવુ  અમેરિકા, ભારત અને ચીન સાથે સંબંધો કાયમ રાખવાને સમાન પ્રાથમિકતાઓ આપે છે.  કારણ કે અમારા વિવિધ હિત તેમની સાથે ઉંડાણથી જોડાયા છે.  અંતરિમ સરકારે એક રાજનયિક સંચાર મોકલીને ભારતમાંથી હસીનાના પ્રત્યર્પણની માંગ કરી છે.  વિદેશ મંત્રાલયના અધિકારીઓએ અહી કહ્યુ કે તે ભારત પાસેથી જવાબની રાહ જોઈ રહ્યુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં નવા વર્ષની ખરાબ શરૂઆત... 24 કલાકમાં અમેરિકામાં ત્રીજો હુમલો, વિસ્ફોટમાં 3 લોકોના મોત 11 ઘાયલ